તે હાલમાં વેબ-ફિલ્મ ‘સાયલન્સ... કૅન યુ હિયર ઇટ’માં જોવા મળ્યો હતો
મનોજ બાજપાઈ
મનોજ બાજપાઈએ હાલમાં ઇન્સ્ટાગ્રામ પર ઘણા ફોટો શૅર કર્યા છે, જેમાં પહાડ દેખાઈ રહ્યા છે. તે હાલમાં વેબ-ફિલ્મ ‘સાયલન્સ... કૅન યુ હિયર ઇટ’માં જોવા મળ્યો હતો. તેની ‘ધ ફૅમિલી મૅન’ની બીજી સિરીઝ પણ રિલીઝ માટે તૈયાર છે. જોકે કોરોનાના કેસ વધતાં તે હાલમાં લોકોથી દૂર પહાડોમાં રહે છે. તેણે તેનું લોકેશન તો નથી જણાવ્યું, પરંતુ ફોટો શૅર કર્યો છે.