સુશાંતને યાદ કરીને મનોજ બાજપાઈએ કહ્યું...
મનોજ બાજપાઈ , સુશાંત સિંહ રાજપૂત
સુશાંત સિંહ રાજપૂતને તેના વિશે છપાતા ખોટા આર્ટિકલ્સની ખૂબ ચિંતા રહેતી હતી. સુશાંતને મનોજના હાથે બનાવેલું નૉન-વેજ ખૂબ ભાવતું હતું. તેના અવસાનના ૧૦ દિવસ પહેલાં જ તેણે મનોજને કહ્યું હતું કે મારે તારા ઘરે જમવા આવવું છે. ૨૦૨૦ની ૧૪ જૂને સુશાંતનું મૃત્યુ થયું હતું. આ વિશે મનોજ બાજપાઈ કહે છે, ‘તે એ બાબતને લઈને ખૂબ કમજોર હતો. તે ખૂબ સારો હતો અને સારી વ્યક્તિને જ વધારે અસર થાય છે. તે મને અનેક વખત પૂછતો હતો કે સર હું શું કરું? તો હું તેને કહેતો કે યાર, ઝ્યાદા સિરિયસલી મત લે. મૈં જાનતા હૂં, ક્યોંકિ મૈં ભુગત ચુકા હૂં, ભૂગત રહા હૂં.’
આવા આર્ટિકલ્સ છાપતા લોકો સાથે તે કેવી રીતે ડીલ કરે છે એ વિશે મનોજ બાજપાઈ કહે છે, ‘મૈં તો ઉનકે દોસ્ત કો બોલતા હૂં કિ ઉનકો બોલના કી આકે મારુંગા મૈં તુઝે. ક્યોંકિ મૈં જાનતા હૂં કિ દોસ્ત જાકે બોલેગા કી મનોજ કહ રહા થા કી તુઝે મારેગા. તો વોહ બાત પહોંચ જાની ચાહિએ ના? યે સુનકર સુશાંત બહોત હસતા થા. તે આવા આર્ટિકલ્સથી ખૂબ ચિંતિત થઈ જતો.’

