હૃતિક રોશનનો ડાન્સ જોયો અને તેના સપનાને પડતું મૂક્યું હતું
મનોજ બાજપાઈ
મનોજ બાજપાઈએ કહ્યું કે હૃતિક રોશનને કારણે તેમણે ડાન્સનું તેમનું સપનું પડતું મૂક્યું હતું. તેને ડાન્સમાં ખૂબ જ ઇન્ટરેસ્ટ હતો અને તે સ્ક્રીન પર ડાન્સ કરીને લોકોને તેની સ્કિલ દેખાડવા માગતો હતો. જોકે એક દિવસ તેણે હૃતિક રોશનનો ડાન્સ જોયો અને તેના સપનાને પડતું મૂક્યું હતું. આ વિશે વાત કરતાં મનોજ બાજપાઈએ કહ્યું કે ‘હું થિયેટર્સમાંથી છું અને એમાં એ જરૂરી હતું આર્ટિસ્ટને ગીત ગાતાં આવડતું હોય. મને નાચતાં પણ આવડતું હતું. મને ડાન્સ આવડે છે, પરંતુ મેં જ્યારે હૃતિકને જોયો ત્યારે નક્કી કરી લીધું કે આજથી ડાન્સનાં સપનાં જોવાનાં બંધ. મને લાગ્યું કે આ તો હું નહીં શીખી શકું.’