ડાયલ 100
સોની પિક્ચર્સ ફિલ્મ્સ અને ફિલ્મમેકર સિદ્ધાર્થ મલ્હોત્રા મળીને તેમની આગામી ફિલ્મ ‘ડાયલ 100’ લઈને આવી રહ્યા છે. મનોજ બાજપાઈ, નીના ગુપ્તા અને સાક્ષી તનવરની આ થ્રિલર ફિલ્મનું શૂટિંગ આજથી મુંબઈમાં શરૂ થશે અને એ 2021માં રિલીઝ થશે. ‘વી આર ફૅમિલી’ અને ‘હિચકી’ જેવી ફિલ્મ બનાવનાર સિદ્ધાર્થ આ ફિલ્મને સોની પિક્ચર્સ ફિલ્મ્સ સાથે મળીને બનાવી રહ્યો છે જેને રેન્સિલ ડીસિલ્વા ડિરેક્ટ કરી રહ્યો છે. આ વિશે રેન્સિલ ડીસિલ્વાએ કહ્યું હતું કે ‘હું ખૂબ જ ઉત્સાહથી ભરપૂર છું અને મારામાં એકદમ નવી એનર્જી આવી ગઈ છે, કારણ કે અમે આજથી શૂટિંગ શરૂ કર્યું છે. સોની પિક્ચર્સ ફિલ્મસ અને એલ્કેમી ફિલ્મ્સ દ્વારા મળીને પ્રોડ્યુસ કરવામાં આવી રહેલી ફિલ્મને ડિરેક્ટ કરવાની મને તક મળી છે જે મારા માટે ખૂબ જ પ્રેરણાત્મક અને અનોખી છે. આ એક એવી ફિલ્મ છે જેને તમે વારંવાર જોવાનું પસંદ કરશો જેથી તમે એની મિસ્ટરીમાં ભૂલ શોધી શકો.’

