જોકે તે ભારતને નહીં, તેના દેશ નેપાલને રિપ્રેઝન્ટ કરી રહી હતી
રિશી સુનકને મળી મનીષા કોઇરાલા
મનીષા કોઇરાલા હાલમાં જ યુકેના પ્રાઇમ મિનિસ્ટર રિશી સુનકને મળી છે. જોકે તે ભારતને નહીં, તેના દેશ નેપાલને રિપ્રેઝન્ટ કરી રહી હતી. નેપાલ અને યુનાઇટેડ કિંગડમની ફ્રેન્ડશિપ ટ્રીટીને સેલિબ્રેટ કરવા માટે રિશી સુનકના ઘરે એક ઇવેન્ટ રાખવામાં આવી હતી. ‘હીરામંડી – ધ ડાયમન્ડ બાઝાર’ વિશે રિશી સુનકે જે પણ સારી વાતો સાંભળી હતી એ વિશે તેમણે મનીષાને જણાવ્યું પણ હતું. આ મુલાકાતના ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને મનીષાએ કૅપ્શન આપી હતી કે ‘યુનાઇટેડ કિંગડમ અને નેપાલના રિલેશન અને એમની ફ્રેન્ડશિપ ટ્રીટીને સો વર્ષ થયાં હોવાથી એના સેલિબ્રેશન માટે આમંત્રણ મળ્યું એ મારા માટે સન્માનની વાત છે. અમારા દેશ નેપાલ વિશે પ્રાઇમ મિનિસ્ટર રિશી સુનકે જે સારી-સારી વાતો કરી એ સાંભળીને ખૂબ જ સારું લાગ્યું.’

