ઇટ્સ પાર્ટી ટાઇમ : મનીષ મલ્હોત્રાએ હોસ્ટ કરી ન્યૂ-યર પાર્ટી
નુશરત ભરૂચા, જૅકલિન ફર્નાન્ડિસ, ક્રિતી સૅનન, વાણી કપૂર અને મનીષ મલ્હોત્રા
નુશરત ભરૂચા, જૅકલિન ફર્નાન્ડિસ, ક્રિતી સૅનન, વાણી કપૂર, જાહ્નવી કપૂર, ખુશી કપૂર, કાર્તિક આર્યન અને મનીષ મલ્હોત્રા સાથે મળીને ન્યુ યરનું સ્વાગત કરવા એકઠાં થયાં હતાં. લોકો ફૅમિલી અને ફ્રેન્ડ્સ સાથે મળીને 2021ને વેલકમ કરવા થનગની રહ્યા છે. આ ખાસ પાર્ટીને મનીષ મલ્હોત્રાએ હોસ્ટ કરી હતી. સૌકોઈ ખૂબ ખુશખુશાલ દેખાઈ રહ્યા છે. આ પાર્ટીનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને નુશરત ભરૂચાએ કૅપ્શન આપી હતી કે ‘2021 ભરપૂર સ્માઇલ્સ, પ્રેમ અને ખુશીઓ લઈને આવશે. 2021માં આ સુંદર અને અદ્ભુત છોકરીઓને મળવા માટે આતુર છું.’
બીજી તરફ આ ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને મનીષ મલ્હોત્રાએ કૅપ્શન આપી હતી કે ‘2021માં આવી ગયા છીએ. આ બધા મારા સૌથી વધુ ફેવરિટ્સ અને ડિયરેસ્ટ છે.’

