તેની સૂટકેસ ગુમ થઈ ગઈ હતી અને એ એક ખૂણામાં પડેલી મળી હતી.
મુંબઈ ઍરપોર્ટ પર કડવો અનુભવ થયો મંદિરા બેદીને
મંદિરા બેદી તેનાં બાળકો સાથે વેકેશન પસાર કરીને જ્યારે ઘરે પાછી ફરી તો તેને મુંબઈ ઍરપોર્ટ પર કડવો અનુભવ થયો હતો. તેની સૂટકેસ ગુમ થઈ ગઈ હતી અને એ એક ખૂણામાં પડેલી મળી હતી. પોતાને થયેલો ડરામણો અનુભવ ઇન્સ્ટાસ્ટોરી પર શૅર કરતાં મંદિરાએ લખ્યું કે ‘બે અઠવાડિયાં. ૩ દેશ અને ૬ ઍરપોર્ટ પર ફર્યા બાદ હું જ્યારે મારાં બાળકો સાથે મુંબઈ પહોંચી તો મને ખૂબ ડરામણો અનુભવ થયો હતો. હું મુંબઈ ટર્મિનલ ટૂ પર પહોંચી તો ત્યાં સ્ક્રીન પર અથવા તો બેલ્ટ્સ પર આવનારી કોઈ ફ્લાઇટની માહિતી નહોતી. ખરેખર ખૂબ ગરબડ થઈ હતી. યાત્રીઓને પણ સમજમાં નહોતું આવતું કે ક્યાં જવું. એક કલાક સુધી પૂછપરછ કર્યા બાદ અને ત્રણ બેલ્ટ્સ પર જોયા બાદ મને મારી એક સૂટકેસ બંધ પડેલા બેલ્ટ પરથી મળી અને મારી અન્ય સૂટકેસ બીજા બેલ્ટ પર મળી આવી હતી, જે લાવારિસ પડી હતી. મારું ખૂબ સરસ રીતે સ્વાગત કરવામાં આવ્યું છે.’