અભિનેત્રી મંદિરા બેદી પતિના નિધન બાદ ટ્રોલ થઈ રહી છે. પતિના અંતિમ સંસ્કારમાં વિધિ કરવા બદલ લોકો તેમને ટ્રોલ કરી રહ્યાં છે. ત્યારે આ અભિનેત્રીએ ટ્રોલર્સને વળતો જવાબ આપ્યો છે.
મંદિરા બેદી પતિના અંતિમ સંસ્કારની વિધિમાં
અભિનેત્રી મંદિરા બેદીના પતિ અને ફિલ્મમેકર રાજ કૌશલનું તાજતેરમાં જ નિધન થયું છે. પતિના નિધન બાદ મંદિરા બેદી તેમની અંતિમ યાત્રામાં અર્થી ઉઠાવતા અને અંતિમ સંસ્કારની બાકીના રીત રિવાજો નિભાવતી જોવા મળી હતી. મંદિરા બેદીએ સ્ટીરિયોટાઈપ માનસિકતાને તોડી આ બધી વિધિ પુરી કરી છે. જેને લઈ સોશિયલ મીડિયમાં કેટલાક લોકો દ્વારા તેમને સરાહના કરવામાં આવ્યા તો કેટલાક લોકો દ્વારા તેમને ટ્રોલ કરવામાં આવ્યાં છે.
મંદિરા બેદીને પતિના અંતિમ સંસ્કારમાં ટી-શર્ટ પેન્ટ પહેરવાથી લઈ અર્થી ઉઠાવવા પર ટ્રોલ કરવામાં આવી રહ્યાં છે. મંદિરા બેદીને ટ્રોલ કરનારાને સિંગર સોના મોહપાત્રાએ વળતો જવાબ આપ્યો છે.
ADVERTISEMENT
મંદિરા બેદીની તરફેણમાં બોલતા સોના મોહપાત્રાએ ટ્વિટ કર્યુ કે, લોકો હજી પણ મંદિરા બેદીને તેના ડ્રોસ કોડ અને પતિને અંતિમ સંસ્કારમાં કાંધ દેવા પર કમેન્ટ કરી રહ્યા છે. જેનાથી આપણે આશ્ચર્ય નથી. આપણી દૂનિયામાં કોઈ અન્ય વસ્તુની તુલનામાં મુર્ખતા સૌથી વધારે ભરી છે.
સોના મોહપાત્રાએ જે રીતે મંદિરા બેદીને સપોર્ટ કર્યો છે, લોકો તેની સરાહના કરી રહ્યાં છે. લોકોએ સોના મોહપાત્રાના વિચારો પર પોતાની સહમતિ પણ વ્યક્ત કરી છે અને મંદિરા બેદીને ટ્રોલ કરનારાઓને ખરી ખોટી સંભળાવી છે.
ઉલ્લેખનીય છે કે બુધવારે મંદિરા બેદીના પતિ અને ફિલ્મમેકર રાજ કૌશલનું 49 વર્ષે નિધન થયું હતું. હાર્ટ અટેકને કારણે તેમનું નિધન થયું હતું. પતિના નિધન બાદ મંદિરા બેદી નબળી પડી ગઈ છે. તેમના આ કપરા સમયમાં ખુદને સંભાળવામાં તેમને મુશ્કેલી પડી રહી છે.

