Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > મિથુન સાથેની મંદાકિનીની આ તસવીર યાદ છે?

મિથુન સાથેની મંદાકિનીની આ તસવીર યાદ છે?

14 September, 2024 10:29 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૧૯૯૦માં રિલીઝ થયેલી મિથુન સાથેની ‘દુશ્મન’ નામની ફિલ્મનું ‘હોઠોં પે તુમને પ્યાર લિખા હૈ’ ગીતનો ફોટો મંદાકિનીએ પોસ્ટ કર્યો હતો

મિથુન અને મંદાકિની

મિથુન અને મંદાકિની


‘દુશ્મન’ ફિલ્મના ‘હોઠોં પે તુમને પ્યાર લિખા હૈ’ ગીતની આ તસવીર સોશ્યલ મીડિયા પર જોઈને ચાહકોને જૂના દિવસો તો યાદ આવી જ ગયા, પણ સાથે ‘રામ તેરી ગંગા મૈલી’ ફિલ્મની આ અભિનેત્રી અને મિથુન વચ્ચેના સંબંધો પણ જાણે તાજા થઈ ગયા ઓલ્ડ ઇઝ ગોલ્ડ એ ફિલ્મોની બાબતમાં તો સાવ સાચું છે. એમાંય જૂની ફિલ્મનું ગીત અથવા તો એ અરસાની તસવીરી ઝલક મળી જાય તો મોજ પડી જાય. તાજેતરમાં એવું બન્યું જ્યારે જાણીતી અભિનેત્રી મંદાકિનીએ પોતાના એક સમયના કો-સ્ટાર મિથુન ચક્રવર્તી સાથેની ફિલ્મની એક તસવીરી ઝલક સોશ્યલ મીડિયા પર મૂકીને એ ગીત વિશે પૂછ્યું અને ચાહકોએ જવાબનો વરસાદ વરસાવી દીધો.


મૂળ નામ યાસ્મિન જોસેફ પણ મંદાકિની તરીકે વધુ જાણીતી અભિનેત્રી સોશ્યલ મીડિયા પર ખાસ્સી પૉપ્યુલર છે. ઇતિહાસ રચનારી ફિલ્મ ‘રામ તેરી ગંગા મૈલી’ની લીડ ઍક્ટ્રેસ રહેલી મંદાકિનીના લગભગ સવા લાખ ફૉલોઅર્સ છે. ૧૯૯૦માં રિલીઝ થયેલી મિથુન સાથેની ‘દુશ્મન’ નામની ફિલ્મનું ‘હોઠોં પે તુમને પ્યાર લિખા હૈ’ ગીતનો ફોટો મંદાકિનીએ પોસ્ટ કર્યો હતો જેમાં તેણે પીળી સાડી પહેરી છે અને પાછળથી મિથુન તેને ભેટી રહ્યો છે. તમને જો કદાચ યાદ હોય તો આ એ અરસાની વાત છે જ્યારે મિથુન ચક્રવર્તી તેની લોકપ્રિયતાની ચરમસીમા પર હતો અને મંદાકિની સાથેની તેની કેમિસ્ટ્રીએ ખાસ્સું આકર્ષણ જન્માવ્યું હતું અને તેમની વચ્ચે પ્રેમ-પ્રકરણની અફવા પણ હતી. જોકે એ દરમ્યાન દુબઈમાં ગૅન્ગસ્ટર દાઉદ ઇબ્રાહિમ સાથે દેખાતાં દાઉદ અને મંદાકિની વચ્ચે પણ કંઈક હોવાનું ચર્ચાયું હતું. જોકે મંદાકિનીએ દાઉદ સાથે કોઈ પણ જાતનાં રોમૅન્ટિક રિલેશન હોવાની વાતને રદિયો આપ્યો હતો.



ડૉ. કગ્યુર ટી. રિનપોચે ઠાકુર નામના બૌદ્ધ સાધુ સાથે લગ્ન કરનાર અને રાબિલ તથા રબ્ઝા નામનાં દીકરો-દીકરી ધરાવતી મંદાકિનીએ ‘ડાન્સ ડાન્સ’, ‘કહાં હૈ કાનૂન’, ‘પ્યાર કરકે દેખો’, ‘જંગબાઝ’, ‘શેષનાગ’, ‘તકદીર કા તમાશા’ જેવી ફિલ્મો ઉપરાંત છેલ્લે ૧૯૯૬માં ‘ઝોરદાર’ નામની ગોવિંદા અને આદિત્ય પંચોલી સાથેની ફિલ્મમાં કામ કર્યું હતું. 


Whatsapp-channel Whatsapp-channel

14 September, 2024 10:29 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK