Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > બોલ્ડ આભિનેત્રી મલ્લિકા શેરાવતનું થયું બ્રેકઅપ, અનેક સમયથી ફ્રેન્ચ બોયફ્રેન્ડ સાથે હતી રિલેશનમાં

બોલ્ડ આભિનેત્રી મલ્લિકા શેરાવતનું થયું બ્રેકઅપ, અનેક સમયથી ફ્રેન્ચ બોયફ્રેન્ડ સાથે હતી રિલેશનમાં

Published : 25 November, 2024 02:51 PM | Modified : 25 November, 2024 03:15 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Mallika Sherawat Breakup: આ સાથે અનેક વર્ષો બાદ મલ્લિકાએ ફિલ્મોમાં કમબૅક કર્યું હતું તે રાજકુમાર રાવ અને તૃપ્તિ ડિમરીની ફિલ્મ ‘વિકી ઔર વિદ્યા કા વો વાલા વીડિયો’માં જોવા મળી હતી.

મલ્લિકા શેરાવત (તસવીર: સેલ્બ્સ ઇનસ્ટાગ્રામ)

મલ્લિકા શેરાવત (તસવીર: સેલ્બ્સ ઇનસ્ટાગ્રામ)


પ્રોડ્યુસર મહેશ ભટ્ટની મર્ડર ફિલ્મમાં પોતાની બોલ્ડનેસથી ધૂમ મચાવનારી અભિનેત્રી મલ્લિકા શેરાવતને કોણ ભૂલી શકે. આ દિવસોમાં, મલ્લિકાનું (Mallika Sherawat Breakup) નામ તેણે હાલમાં આપેલા એક મીડિયા ઇન્ટરવ્યૂને કારણે ફરી ચર્ચામાં આવ્યું છે. આ ઇન્ટરવ્યૂમાં મલ્લિકા શેરાવતે ખુલાસો કર્યો છે કે તેનું બ્રેકઅપ થઈ ગયું છે અને તે હવે સિંગલ છે. તો ચાલો જાણીએ કે મલ્લિકા શેરાવતનો  ફ્રેન્ચ બોયફ્રેન્ડ કોણ હતો.


મલ્લિકા શેરાવતને હિન્દી સિનેમામાં એક સમયની ખૂબ જ જાણીતી અભિનેત્રીની યાદીમાં સામેલ હતી. મલ્લિકાએ 20 વર્ષ પહેલા નિર્માતા મહેશ ભટ્ટની (Mallika Sherawat Breakup) ફિલ્મ મર્ડરથી સનસનાટી મચાવીને રાતોરાત પ્રસિદ્ધિ મેળવી હતી. ઍક્ટર ઈમરાન હાશ્મી સાથેની ફિલ્મમાં તેના બોલ્ડ સીન્સ તે સમયે ખૂબ જ ચર્ચાનો વિષય બન્યા હતા. ફિલ્મોમાં તેની કારકિર્દી સિવાય, મલ્લિકા શેરાવત ઘણીવાર તેના અંગત જીવનને કારણે પણ લોકો વચ્ચે ચર્ચામાં રહી છે. હાલમાં જ એક મીડિયા ઇન્ટરવ્યૂ દરમિયાન તેણે પોતાની લવ લાઈફ વિશે એવો ખુલાસો કર્યો હતો, જેને જાણીને સિનેમાપ્રેમીઓ ચોક્કસ ચોંકી જશે. આ ઇન્ટરવ્યૂમાં મલ્લિકાએ તેનું  બ્રેકઅપ થઈ ગયું હોવાનું જાહેર કર્યું હતું.



બૉલિવૂડ સેલેબ્સનું અંગત જીવન હંમેશા ચાહકોમાં ગોસીપનો એક મહત્ત્વપૂર્ણ વિષય હોય છે. હાલમાં અભિનેતા અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાયનું નામ તેમના ડિવૉર્સને (Mallika Sherawat Breakup) કારણે ચર્ચામાં આવ્યું છે, પરંતુ હાલમાં મલ્લિકા શેરાવતના બ્રેકઅપના સમાચારે પણ જોર પકડ્યું છે. હાલમાં જ મલ્લિકાએ ઇન્ટરવ્યૂમાં પોતાના બ્રેકઅપની વાત કબૂલી છે. લગ્નને લઈને અભિનેત્રી મલ્લિકા શેરાવતે કહ્યું છે કે હું ન તો તેની તરફેણમાં છું અને ન તો તેની વિરુદ્ધ. મને તેની પરવા નથી. બે લોકો એકબીજા પાસેથી શું ઇચ્છે છે તે પ્રદાન કર્યું. આ રીતે મલ્લિકા શેરાવતે તેના બ્રેકઅપની પુષ્ટિ કરી છે. મલ્લિકા શેરાવત છેલ્લા ઘણા સમયથી ફ્રેન્ચ નાગરિક સિરિલી ઓક્સેનફાન્સને ડેટ કરી હતી અને તેની સાથે રિલેશનશિપમાં હતી. જ્યારે તેની કારકિર્દીમાં કંઈ જ ચાલી રહ્યું ન હતું, ત્યારે તે સિરિલ સાથે પૅરિસ શિફ્ટ થઈ ગઈ હતી.


તમને જણાવી દઈએ કે પ્રોફેશનલ રીતે મલ્લિકા શેરાવતનો (Mallika Sherawat Breakup) બોયફ્રેન્ડ બિઝનેસ જગતમાં ટાયકૂન છે અને તે રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં રોકાણકાર તરીકે જાણીતો છે. જોકે હવે તેમનો સંબંધ કાયમ માટે સમાપ્ત થઈ ગયો છે. આ સાથે બૉલિવૂડમાં કેટલાક મતભેદોને લીધે મલ્લિકા ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી દૂર થઈ ગઈ હતી. જોકે ઇમરાન હાશ્મી અને મલ્લિકા શેરાવતના ૨૦ વર્ષ જૂના મતભેદનો અંત આવ્યો હતો. તેઓ બન્ને આનંદ પંડિતની દીકરીના રિસેપ્શનમાં તેઓ બન્ને સાથે જોવા મળ્યાં હતાં. ૨૦૦૪માં આવેલી ‘મર્ડર’થી તેમની વચ્ચે મતભેદની શરૂઆત થઈ હતી. આ સાથે અનેક વર્ષો બાદ મલ્લિકાએ ફિલ્મોમાં કમબૅક કર્યું હતું તે રાજકુમાર રાવ અને તૃપ્તિ ડિમરીની ફિલ્મ ‘વિકી ઔર વિદ્યા કા વો વાલા વીડિયો’માં જોવા મળી હતી.


Whatsapp-channel Whatsapp-channel

25 November, 2024 03:15 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK