Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > મલયાલમ ફિલ્મના એક્ટર્સ અને મેકર્સ પર આ અભિનેત્રીએ મૂક્યો જાતીય શોષણનો આરોપ

મલયાલમ ફિલ્મના એક્ટર્સ અને મેકર્સ પર આ અભિનેત્રીએ મૂક્યો જાતીય શોષણનો આરોપ

26 August, 2024 05:10 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Malayalam Film Industry Casting Couch: મીનુએ દાવો કર્યો હતો કે ફિલ્મ `દે થડિયા`ના શૂટિંગ દરમિયાન જ્યારે તે રેસ્ટરૂમમાંથી બહાર નીકળી રહી હતી ત્યારે જયસૂર્યાએ તેને અયોગ્ય રીતે સ્પર્શ કર્યો હતો.

મીનુ મુનીર

મીનુ મુનીર


મલયાલમ સિનેમા અનેક મોટા વિવાદોથી ઘેરાયું છે. મલયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં (Malayalam Film Industry Casting Couch) મહિલાઓની સમસ્યાઓ અંગે તાજેતરમાં હેમા કમિટિનો એક અહેવાલ સામે આવ્યો છે, જેના પછી ઈન્ડસ્ટ્રી ભીંસમાં આવી ગઈ છે. અનેક જાતીય શોષણના આરોપો પછી, આ ફિલ્મ ઉદ્યોગના બે મોટા નામ અભિનેતા સિદ્દીકી અને ફિલ્મ નિર્માતા રંજીતે બે મોટા ફિલ્મ સંગઠનોમાં તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે. હવે મલયાલમ ફિલ્મોની અભિનેત્રી મીનુ કુરિયને ઈન્ડસ્ટ્રીના કેટલાક એક્ટર્સ અને ટેકનિશિયન પર શારીરિક અને શાબ્દિક શોષણનો આરોપ કર્યો છે. મીનુએ જે લોકો પર આરોપો લગાવ્યા છે તેમાં મલયાલમ ઈન્ડસ્ટ્રીના મોટા નામોમાંથી એક અભિનેતા મુકેશ અને અભિનેતા-CPIM ધારાસભ્ય મુકેશનું નામ સામેલ છે. ફેસબુક પર મીનુનું નામ મીનુ મુનીર છે અને તેણે પોતાની આ પોસ્ટમાં જ લોકો પર ગંભીર આરોપો લગાવ્યા છે.


મીનુએ ફેસબુક પોસ્ટમાં લખ્યું, `હું મલયાલમ ઉદ્યોગમાં (Malayalam Film Industry Casting Couch) મારી સામે શારીરિક અને મૌખિક દુર્વ્યવહારની ઘટનાઓની જાણ કરવા માટે આ લખી રહી છું, જેમાં: મુકેશ, મણિયન પિલ્લા રાજુ, ઇદવેલા બાબુ, જયસૂર્યા, એડવોકેટ ચંદ્રશેકરન અને પ્રોડક્શન કંટ્રોલર - નોબલ અને વિચનો સમાવેશ છે. 2013માં એક પ્રોજેક્ટ પર કામ કરતી વખતે હું આ વ્યક્તિઓના હાથે શારીરિક અને મૌખિક શોષણનો શિકાર બની હતી. મેં તેમને સહકાર આપવા અને કામ કરતા રહેવાનો પ્રયત્ન કર્યો, પરંતુ આ શોષણ મારી માટે અસહ્ય બન્યું. આ ઘટનાને કારણે મને મલયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રી છોડીને ચેન્નાઈ શિફ્ટ થવું પડ્યું. મેં કેરળ કૌમુદીના એક લેખમાં આ શોષણ વિરુદ્ધ વાત કરી હતી જેનું શીર્ષક હતું - મીનુએ `એડજસ્ટમેન્ટ` કરવામાં સહકાર ન આપવાને કારણે મલયાલમ ઉદ્યોગ છોડી દીધો હતો.`




`હું જે પીડા અને આઘાત સહન કર્યું છે તેના માટે હવે હું ન્યાય અને જવાબદારી ઇચ્છું છું. હવે હું તેમના જઘન્ય અપરાધો સામે પગલાં લેવા માટે તમારો સાથ ઈચ્છું છું. આ મુદ્દા પર ધ્યાન આપવા બદલ આભાર`. એમ આ પોસ્ટમાં મનુએ લખ્યું હતું. મીનુની આ પોસ્ટ એવા સમયે આવી છે જ્યારે હેમા કમિટીના રિપોર્ટ મુજબ મલયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં મહિલાઓ માટે ખતરનાક પરિસ્થિતિઓને લઈને વિવાદ ચાલી રહ્યો છે. વિપક્ષ, મહિલા સંગઠનો અને ફિલ્મ ઉદ્યોગના દબાણ હેઠળ કેરળ સરકારે (Malayalam Film Industry Casting Couch) સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) ની રચના કરી છે. વરિષ્ઠ મહિલા પોલીસ અધિકારીઓની બનેલી આ SIT ઇન્ડસ્ટ્રીમાં પુરૂષો સામે મહિલા કલાકારો દ્વારા કરવામાં આવેલા જાતીય સતામણીના આરોપોની તપાસ કરશે. અગાઉ પણ મીનુએ ઈડાવેલા બાબુ પર એસોસિયેશન ઑફ મલયાલમ મૂવી આર્ટિસ્ટ્સ (એએમએમએ) ના સભ્યપદના બદલામાં પોતાની જાતીય તરફેણની ઓફર કરવાનો આરોપ મૂક્યો હતો. મીનુએ દાવો કર્યો હતો કે ફિલ્મ `દે થડિયા`ના શૂટિંગ દરમિયાન જ્યારે તે રેસ્ટરૂમમાંથી બહાર નીકળી રહી હતી ત્યારે જયસૂર્યાએ તેને અયોગ્ય રીતે સ્પર્શ કર્યો હતો. મીનુએ મનિયન પિલ્લઈ રાજુ પર આરોપ લગાવ્યો હતો કે તે રાત્રે હોટલના રૂમનો દરવાજો ખખડાવતો હતો અને સેક્સ્યુઅલ ફેવર ઈચ્છતો હતો.


Whatsapp-channel Whatsapp-channel

26 August, 2024 05:10 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK