Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > શૂટિંગ દરમ્યાન ઇન્જર્ડ મલયાલમ ઍક્ટર પૃથ્વીરાજ સુકુમારનની કરવામાં આવશે ઘૂંટણની સર્જરી

શૂટિંગ દરમ્યાન ઇન્જર્ડ મલયાલમ ઍક્ટર પૃથ્વીરાજ સુકુમારનની કરવામાં આવશે ઘૂંટણની સર્જરી

Published : 27 June, 2023 03:30 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેને હૉસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યો છે.

થ્વીરાજ સુકુમારન

થ્વીરાજ સુકુમારન


મલયાલમ ઍક્ટર પૃથ્વીરાજ સુકુમારન તેની ફિલ્મના શૂટિંગ દરમ્યાન ઇન્જર્ડ થયો છે અને એથી હવે તેની ઘૂંટણની સર્જરી કરવામાં આવશે. તે રવિવારે કેરળના ઇદ્દુકીમાં ‘વિલાયત બુદ્ધ’નું શૂટિંગ કરી રહ્યો હતો. એ દરમ્યાન સ્ટન્ટ કરતી વખતે તે ઘાયલ થયો હતો. તેને પગમાં ઈજા થઈ છે. પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેને હૉસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યો છે. ડૉક્ટર્સ તેની પૂરતી તપાસ કર્યા બાદ કી-હોલ સર્જરી કરશે. આ સર્જરી દ્વારા સર્જ્યન દરદીના શરીરમાં નાનકડો કટ કરીને ઇન્સ્ટ્રુમેન્ટ તેના શરીરમાં મૂકે છે. આ સર્જરી બાદ પૃથ્વીરાજે પૂરતો આરામ કરવો પડશે. તે જ્યારે એકદમ સ્વસ્થ થઈ જશે ત્યારે શૂટિંગ શરૂ કરવામાં આવશે. આ ફિલ્મનું શૂટિંગ આ મહિનાના અંતમાં પૂરું કરવાનું હતું, પરંતુ હવે એ શક્ય નથી.


Whatsapp-channel Whatsapp-channel

27 June, 2023 03:30 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK