સ્મશાનમાં કરિશ્મા કપૂર, અર્શદ વારસી, સોહેલ ખાન, ફરાહ ખાન, અલવીરા અગ્નિહોત્રી, સૈફ અલી ખાન, ગૌહર ખાન, ગીતા કપૂર, ટેરેન્સ લુઇસ, ગુરુ રંધાવા સહિતની સેલિબ્રિટીઝ પહોંચી હતી.
ગઈ કાલે સવારે મલાઇકા અરોરાના પપ્પા અનિલ મહેતાને અંતિમ વિદાય આપવા માટે કરીના, કરિશ્મા, સૈફ અલી ખાન સહિતના બૉલીવુડના સ્ટાર બાંદરામાં આવેલા તેમના આયેશા મનોર બિલ્ડિંગમાં પહોંચ્યા હતા. અર્જુન કપૂર આખો સમય મલાઇકાની સાથે રહ્યો હતો, જ્યારે અમ્રિતા અરોરા પતિ શકીલ લડક સાથે હતી. મલાઇકાનાં મમ્મી જોઇસ પોલીકાર્પ ઇમોશનલ થઈ જતાં તેમને સાંત્વન આપવામાં આવ્યું હતું. (તસવીરોઃ અનુરાગ અહિરે)
બૉલીવુડની અભિનેત્રી મલાઇકા અરોરાના ૭૪ વર્ષના પિતા અનિલ મહેતાનું બુધવારે તેમના બાંદરા-વેસ્ટમાં આવેલા આયેશા મનોર બિલ્ડિંગની બાલ્કનીમાંથી નીચે પટકાવાને લીધે મૃત્યુ થયું હતું. બાંદરા પોલીસે બાદમાં અનિલ મહેતાના મૃતદેહને તાબામાં લઈને કૂપર હૉસ્પિટલમાં પોસ્ટમૉર્ટમ કરવા મોકલી આપ્યો હતો. ગઈ કાલે પોસ્ટમૉર્ટમનો રિપોર્ટ પોલીસ પાસે આવી ગયો હતો જેમાં અનિલ મહેતાનું મૃત્યુ ઊંચાઈએથી પટકાવાને લીધે શરીરમાં મલ્ટિપલ ફ્રૅક્ચર્સ થવાને લીધે થયું હોવાનું જણાયું છે.
બાંદરા પોલીસે બુધવારે રાત્રે અનિલ મહેતાના મૃતદેહનું પોસ્ટમૉર્ટમ કરીને તેમના પરિવારનો સોંપ્યો હતો. ગઈ કાલે સવારના ૧૧ વાગ્યે સાંતાક્રુઝના સ્મશાનમાં તેમની અંતિમક્રિયા કરવામાં આવી હતી. ભૂતપૂર્વ લવર અર્જુન કપૂર ઘરેથી લઈને સાંતાક્રુઝની હિન્દુ સ્મશાનભૂમિમાં અનિલ મહેતાની અંતિમક્રિયા થઈ ત્યાં સુધી મલાઇકા સાથે જોવા મળ્યો હતો. સ્મશાનમાં કરિશ્મા કપૂર, અર્શદ વારસી, સોહેલ ખાન, ફરાહ ખાન, અલવીરા અગ્નિહોત્રી, સૈફ અલી ખાન, ગૌહર ખાન, ગીતા કપૂર, ટેરેન્સ લુઇસ, ગુરુ રંધાવા સહિતની સેલિબ્રિટીઝ પહોંચી હતી.