Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ફિટનેસ પ્રત્યે મહેનત, સમર્પણ અને એકાગ્રતા

ફિટનેસ પ્રત્યે મહેનત, સમર્પણ અને એકાગ્રતા

Published : 16 August, 2024 09:22 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૪૮ વર્ષની ઉંમરે પણ ફિટ રહેવા પાછળ મલાઇકાનું સીક્રેટ શું છે?

મલાઇકા અરોરા

મલાઇકા અરોરા


મલાઇકા અરોરા ૪૮ વર્ષની ઉંમરે સ્વસ્થ અને યંગ દેખાય છે. ફિટ ઍન્ડ ફાઇન ઍક્ટ્રેસમાં તેનું નામ આવે છે. એનું સીક્રેટ એ છે કે ફિટનેસને લઈને તે સખત મહેનત એકાગ્રતા સાથે કરે છે.


બૉલીવુડમાં ગ્લૅમરસ અંદાજ માટે તે જાણીતી છે. કેટલાય સુપરહિટ આઇટમ-નંબરમાં તે જોવા મળી છે. ફિટ રહેવા માટે તે જિમમાં એક્સરસાઇઝ કરીને પોતાને ફિટ રાખે છે. એ વિશે મલાઇકા કહે છે, ‘કોઈ મને જ્યારે એમ કહે કે ૪૮ વર્ષની ઉંમરમાં પણ તું આકર્ષક દેખાય છે, તો મને ખૂબ સારું લાગે છે. મને નથી લાગતું કે લોકો મારું અપમાન કરે છે. મારા માટે એ એક પ્રશંસા છે. ૪૮ વર્ષની ઉંમરે હું આવી દેખાઉં છું તો એની પાછળ મારી સખત મહેનત, સમર્પણ અને એકાગ્રતા સમાયેલાં છે. અન્ય મહિલાઓની જેમ મને પણ સ્ટ્રેચ-માર્ક્સ છે, વજન વધ-ઘટ 
થાય છે અને હૉર્મોનલ ઇશ્યુ થાય છે. હું સ્વસ્થ જીવનશૈલી પર ધ્યાન આપું છું.’


Whatsapp-channel Whatsapp-channel

16 August, 2024 09:22 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK