Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > અર્જુન કપૂર સાથે બ્રેકઅપ બાદ આ સેલિબ્રિટિને ડેટ કરી રહી છે મલાઈકા અરોરા? જુઓ તસવીર

અર્જુન કપૂર સાથે બ્રેકઅપ બાદ આ સેલિબ્રિટિને ડેટ કરી રહી છે મલાઈકા અરોરા? જુઓ તસવીર

Published : 08 December, 2024 09:47 PM | Modified : 08 December, 2024 09:56 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Malaika Arora at AP Dhillon concert: બૉલિવૂડ સ્ટારે તાજેતરમાં જ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક નોટ શૅર કરી, જેમાં લખ્યું હતું કે, `દરેક સકારાત્મક વિચાર એક મૌન પ્રાર્થના છે જે તમારું જીવન બદલી નાખશે. શુભ સવાર, તમારો દિવસ શુભ રહે”.

મલાઈકા અરોરા અને  રાહુલ વિજય (તસવીર: સોશિયલ મીડિયા)

મલાઈકા અરોરા અને રાહુલ વિજય (તસવીર: સોશિયલ મીડિયા)


બૉલિવૂડ અભિનેત્રી મલાઈકા અરોરાએ ફૅશન સ્ટાઈલિશ રાહુલ વિજય (Malaika Arora at AP Dhillon concert) સાથે ડેટિંગની અફવાઓ શરૂ થઈ છે. તાજેતરમાં અર્જુન કપૂર સાથે બ્રેકઅપ કરનાર અભિનેત્રી ગયા અઠવાડિયે તેની સાથે ડિનર પર જોવા મળી હતી અને શનિવારે રાત્રે તે ફરી એકવાર એપી ઢિલ્લોન કોન્સર્ટમાં તેની સાથે જોવા મળી હતી. `છૈયા છૈયા` સ્ટાર મલાઈકા અરોરા કોન્સર્ટમાં શો સ્ટીલ કરતી જોવા મળી હતી. કોન્સર્ટ દરમિયાન તે માત્ર ઢિલ્લોન સાથે સ્ટેજ પર જ જોડાઈ ન હતી, પરંતુ કોન્સર્ટ પછી રાહુલ સાથેની તેની સેલ્ફી લઈને ત્યાં રહેલા બધાનું ધ્યાન ખેંચ્યું હતું. મલાઈકા અરોરાએ તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક તસવીર ફરીથી પોસ્ટ કરી હતી, જેમાં તે અને રાહુલ સાથે પોઝ આપતા જોવા મળ્યા હતા. મલાઈકાએ `With You` ગીત સાથેનો ફોટો શેર કર્યો છે. આ તસવીર રાહુલે પહેલા શેર કરી હતી. સ્ટાઈલિસ્ટે કોન્સર્ટમાંથી મલાઈકા સાથેનો ફોટો પોસ્ટ કર્યો હતો. તેણે પોસ્ટને કેપ્શન આપ્યું, `થોભો, શું આ મલાઈકાનો કોન્સર્ટ હતો?`


મલાઈકા અરોરા તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી (Malaika Arora at AP Dhillon concert) પોસ્ટ કરીને ચાહકોને એકસાઈટમેન્ટ કરી દીધા હતા. જ્યારથી અર્જુન કપૂરે સિંઘમ અગેઈન પ્રમોશનલ ઈવેન્ટમાં મલાઈકા સાથે તેના બ્રેકઅપની પુષ્ટિ કરી છે, ત્યારથી મલાઈકા અરોરા સોશિયલ મીડિયા પર ઘણી બધી પોસ્ટ કરી રહી છે. બૉલિવૂડ સ્ટારે તાજેતરમાં જ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક નોટ શૅર કરી, જેમાં લખ્યું હતું કે, `દરેક સકારાત્મક વિચાર એક મૌન પ્રાર્થના છે જે તમારું જીવન બદલી નાખશે. શુભ સવાર, તમારો દિવસ શુભ રહે”. આ વાતથી ચાહકો અનુમાન લગાવી રહ્યા છે કે શું અલગ થયા બાદ આ મેસેજ અર્જુન કપૂર માટે છે કારણ કે આ દરમિયાન મલાઈકા ઘણી બધી વાતો કહી રહી છે.



મલાઈકાએ અભિનેતા અર્જુન કપૂર (Malaika Arora at AP Dhillon concert) સાથેના તેના બ્રેકઅપ પછી તેના વર્તમાન જીવન તરફ ઈશારો કરતી એક રમૂજી પોસ્ટ પણ શૅર કરી. પોસ્ટમાં લખ્યું હતું કે, `હાલ મારી સ્થિતિ: રિલેશનશિપમાં કે સિંગલ.` અર્જુન કપૂરે પહેલા જ કહ્યું હતું કે તે એકદમ સિંગલ છે અને કોઈને ડેટ કરી રહ્યો નથી. અર્જુન કપૂરનો એક વીડિયો સામે આવ્યો હતો. આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે લોકો અર્જુન કપૂર સામે કેટલાક લોકો મલાઈકાના નામની બૂમો પાડી રહ્યા છે, જેએનઆઇએસ સામે અર્જુન કહે છે કે “અત્યારે હું સિંગલ છું. આરામ કરો. આ વીડિયોમાં અર્જુને પોતાના લગ્ન વિશે પણ વાત કરતો જોવા મળ્યો હતો. અર્જુન અને મલાઈકાએ વર્ષ 2018માં એકબીજાને ડેટ કરવાનું શરૂ કર્યું હતું. અરબાઝ ખાનથી છૂટાછેડા થયા ત્યારબાદ જ, મલાઈકા તેના કરતા 12 વર્ષ નાના અર્જુન કપૂરને ડેટ કરી રહી હતી, પરંતુ હવે બન્નેએ તેમના લાંબા સમયના સંબંધોનો અંત લાવી દીધો છે.


Whatsapp-channel Whatsapp-channel

08 December, 2024 09:56 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK