મહેશ ભટ્ટે કંગના પર ચંપલ ફેંક્યું હતું એને લઈને સોનુ નિગમે કહ્યું...
સોનુ નિગમ
કંગના રનોટે જણાવ્યું હતું કે મહેશ ભટ્ટે તેના પર એક વખત ચંપલ ફેંક્યું હતું. એવામાં કંગનાની આ વાતને સપોર્ટ કરતાં સોનુ નિગમે જણાવ્યું હતું કે જો તે કહી રહી છે તો આવું કંઈક બન્યું જ હશે. સુશાંતના સુસાઇડ બાદ બૉલીવુડમાં નેપોટિઝમ પર ખાસ્સી ચર્ચા ચાલી રહી છે. આ મુદ્દા પર કંગના પોતાની સાથે થયેલા અનુભવોને પણ શૅર કરી રહી છે. મહેશ ભટ્ટવાળી ઘટના સંદર્ભે સોનુ નિગમે કહ્યું હતું કે ‘એવું બની શકે કેટલાક લોકોના વિચાર તેના માટે ખોટા હોઈ શકે છે, તેમની સાથે મારે કોઈ સંબંધ નથી. જોકે મને આવો કોઈ અનુભવ નથી થયો. હું તેમના માટે 25થી 30 વર્ષથી કામ કરી રહ્યો છું. જોકે આવો અનુભવ નથી થયો, પરંતુ જો કંગના કહી રહી હોય કે તેની સાથે આવી કોઈ નિંદનીય ઘટના ઘટી છે તો મને તેની વાત પર ભરોસો છે, કારણ કે લોકો કંઈ એટલા પાગલ નથી હોતા કે તેઓ આવી મનઘડંત સ્ટોરી બનાવે.’

