મહેશ બાબૂના માતા ઇન્દિરા દેવીએ 28 સપ્ટેમ્બરની સવારે 4 વાગ્યે હૈદરાબાદમાં અંતિમ શ્વાસ લીધા. કહેવામાં આવી રહ્યું છે કે, મહેશ બાબુના માતા છેલ્લા ઘણાં સમયથી બીમાર હતાં.
મહેશ બાબૂ
તેલુગૂ ફિલ્મોના સુપરસ્ટાર કહેવાતા મહેશ બાબૂ (Telugu Film`s Super Star Mahesh Babu Mother`s Death)પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે. મહેશ બાબૂની માતા ઇન્દિરા દેવીનું (Sad Demise of Indira Devi, Mother of Telugu Super Star Mahesh Babu) નિધન થઈ ગયું છે. તેમણે 28 સપ્ટેમ્બરની સવારે 4 વાગ્યે હૈદરાબાદમાં અંતિમ શ્વાસ લીધા. કહેવામાં આવી રહ્યું છે કે, મહેશ બાબુના માતા છેલ્લા ઘણાં સમયથી બીમાર હતા. તેઓ ઉંમર સંબંધિત સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરી રહ્યાં હતાં. તેમને હૈદરાબાદના આઇજી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. પછીથી તેમને વેન્ટિલેટર પર ખસેડવા પડ્યા.
પણ Mahesh Babuના માતાની તબિયત વધારે ને વધારે બગડતી ગઈ અને 28 સપ્ટેમ્બરના તેમણે આ વિશ્વને અલવિદા કહી દીધું. 70 વર્ષીય ઇંદિરા દેવીના નિધન પછી પરિવારે એક નિવેદન જાહેર કર્યું છે જેમાં કહેવામાં આવ્યું છે કે પાર્થિવ શરીરને અંતિમ દર્શન માટે બપોરે 12 વાગ્યા સુધી પદમાલ્ય સ્ટૂડિયોમાં રાખવામાં આવશે. અંતિમ સંસ્કાર 28 સપ્ટેમ્બરના જ મહા પ્રસ્થાનમમાં કરવામાં આવશે.
ADVERTISEMENT
મહેશ બાબૂના પિતા કૃષ્ણા પોતાના સમયના તેલુગૂ ફિલ્મોના સુપરસ્ટાર રહી ચૂક્યા છે. તેમણે પહેલા લગ્ન ઇંદિરા દેવી સાથે કર્યા જેમાં તેમને પાંચ સંતાન છે. આ પાંચ બાળકોમાં મહેશ બાબૂ ચોથા નંબરે છે. પછીથી કૃષ્ણાએ ઇંદિરા દેવીને છૂટાછેડા આપ્યા બાદ એક્ટ્રેસ વિજયા નિર્મલ સાથે લગ્ન કરી લીધા.
આ પણ વાંચો : ઍક્શન-ઍડ્વેન્ચરથી ભરપૂર ફિલ્મ લાવશે એસ. એસ. રાજામૌલી અને મહેશબાબુ
ઇંદિરા દેવીએ નહોતા કર્યાં બીજા લગ્ન
ઇંદિરા દેવીએ ફરી ક્યારે લગ્ન ન કરીને એકલા હાથે જ બાળકોનો ઉછેર કર્યો. મહેશ બાબૂ પોતાની માતાની ખૂબ જ નજીક રહ્યા છે. માતાનો સાથ છીનવાઈ જવાથી મહેશની શું સ્થિતિ છે તેનો અંદાજ લગાડવો પણ મુશ્કેલ છે. ચાહકો મહેશ બાબૂની માતા ઇંદિરા દેવીને સોશિયલ મીડિયા પર શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે અને એક્ટરને સ્ટ્રૉંગ રહેવા માટે પ્રોત્સાહિત કરી રહ્યા છે.