સુપરસ્ટાર કૃષ્ણાને છેલ્લા કેટલાક દિવસ પહેલા પત્ની ઇંદિરમ્માને ગુમાવી દેવાને કારણે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. ચિંતાની કોઈ વાત નથી કારણકે ઉંમર સંબંધી મુશ્કેલીઓને કારણે તે હૉસ્પિટલમાં તપાસ કરાવવા ગયા હતા.
તસવીર સૌજન્ય મિડ-ડે
સુપરસ્ટાર (Super Star Krishna) કૃષ્ણા દેશના દિગ્ગજ એક્ટર્સમાંના એક છે. સવારથી સમાચાર સામે આવ્યા છે કે તેમને શ્વાસની તકલીફને (Breathing Problem) કારણે કૉન્ટિનેન્ટલ હૉસ્પિટલ હૈદરાબાદમાં દાખલ કરાવવામાં આવ્યા છે. પણ સૂત્રો પાસેથી ખબર પડી છે કે કૃષ્ણા (Actor Krishna)પોતાના નિયમિત ચેકઅપ માટે હૉસ્પિટલ ગયા હતા અને ચિંતાની કોઈ વાત નથી કારણકે તે એકદમ સ્વસ્થ છે. સુપરસ્ટાર કૃષ્ણાને છેલ્લા કેટલાક દિવસ પહેલા પત્ની ઇંદિરમ્માને ગુમાવી દેવાને કારણે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. ચિંતાની કોઈ વાત નથી કારણકે ઉંમર સંબંધી મુશ્કેલીઓને કારણે તે હૉસ્પિટલમાં તપાસ કરાવવા ગયા હતા.
હૉસ્પિટલમાં છે એક્ટર કૃષ્ણા
ટૉલીવૂડના જાણીતા સુપરસ્ટાર કૃષ્ણા (Krishna Actor) ઉર્ફે ઘટ્ટામનેની કૃષ્ણાને 13 નવેમ્બરના કૉન્ટિનેન્ટલ હૉસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા હતા. અનુભવી અભિનેતા કહેવાતી રીતે શ્વાસ સંબંધિત બીમારીઓથી પીડિત છે. રિપૉર્ટ્સ પ્રમાણે, કૃષ્ણા નિયમિત તપાસ માટે હૉસ્પિટલમાં ગયા હતા. પણ તેમની સ્થિતિ માટે તેમને દાખલ થવાની સલાહ આપવામાં આવી. હાલ માટે તેમની સ્થિતિ સ્થિર છે. હૉસ્પિટલમાં ડૉક્ટર્સની ટીમ તેમની દેખરેખ કરી રહી છે.
ADVERTISEMENT
પહેલી પત્ની અને દીકરાને ગુમાવ્યાં
કૃષ્ણા પોતાની પહેલી પત્નીના જવાના દુઃખનો સામનો કરી રહ્યા હતા. મહેશ બાબૂના પિતાએ તેમની માતા ઇન્દિરા દેવીને પણ ગુમાવી. તેમણે વર્ષ 2019માં પહેલી પત્ની વિજયા નિર્મલને ગુમાવી. ત્યારથી જ કૃષ્ણાએ પોતાને ઇન્ડસ્ટ્રીથી અલગ કરી લીધા, તેમને કોઈપણ ઇવેન્ટમાં પણ જોવામાં આવ્યા નહીં. જો કે, તેઓ હંમેશાં પોતાના દીકરા અને દીકરીઓ માટે પારિવારિક સમારોહમાં હાજર રહે છે.
આ પણ વાંચો : માતાના નિધનથી ખૂબ જ દુઃખી છે મહેશ બાબૂ, ચાહકોએ આપી શ્રદ્ધાંજલિ
કૃષ્ણાની ફિલ્મો
કૃષ્ણાએ પોતાના મોટા દીકરા રમેશ બાબૂને પણ 8 જાન્યુઆરી, 2022ના એક લાંબી બીમારીને કારણે ગુમાવી દીધો. પછીથી ઇન્દિરા દેવીનું 28 સપ્ટેમ્બરના રોજ નિધન થયું. કૃષ્ણા 79 વર્ષના છે અને એક સફળ એક્ટર, નિર્માતા અને નિર્દેશક રહ્યા છે. તે 2009માં પદ્મભૂષણ પુરસ્કાર વિજેતા હતા અને તેમની પાસે આંધ્ર વિશ્વવિદ્યાલયથી ડૉક્ટરેટની ઉપાધિ પણ છે. તે પોતાના કામમાં અભૂતપૂર્વ હતા અને સિનેમેસ્કોપ, 35 એમએણ, અને કાઉબૉય જેવી ફિલ્મોને તેલુગુ સિનેમામાં રજૂ કરવા માટે જાણીતા છે.