જય ગંગા મૈયાજી કી અને જય માં યમનોત્રી કી : અમિતાભ બચ્ચન
અમિતાભે મહાકુંભમાં પવિત્ર નદીમાં ડૂબકી મારી રહેલા લોકોનો મોન્ટાજ શૅર કર્યો છે
૧૩ જાન્યુઆરીથી મહાકુંભનો શુભારંભ થઈ ગયો છે અને આધ્યાત્મિક શુદ્ધિ માટે કરોડો શ્રદ્ધાળુઓ પ્રયાગરાજની મુલાકાત લઈ રહ્યા છે. હાલમાં મહાનાયક અમિતાભ બચ્ચને પોતાના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર સદીના મહાન ધાર્મિક મહોત્સવ એવા મહાકુંભને લગતી ખાસ પોસ્ટ શૅર કરી છે.
અમિતાભે મહાકુંભમાં પવિત્ર નદીમાં ડૂબકી મારી રહેલા લોકોનો મોન્ટાજ શૅર કરીને લખ્યું છે : જય ગંગા મૈયાજી કી અને જય માં યમનોત્રી કી. તેમણે આ પોસ્ટ સાથે ઓમનું ઇમોજી પણ મૂક્યું છે.
ADVERTISEMENT
આ પહેલાં અમિતાભ બચ્ચને સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પરથી ટ્વીટ કર્યું હતું, ‘મહાકુંભ સ્નાન ભવ:’ આ પોસ્ટ પરથી લાગતું હતું કે અમિતાભ તેમના વતન પ્રયાગરાજમાં યોજાયેલા મહાકુંભની મુલાકાત લઈને સંગમમાં પવિત્ર ડૂબકી મારશે. જોકે આ વિશે હજી ઑફિશ્યલી કોઈ જાહેરાત નથી.