આ ફિલ્મમાં ચાર સ્ટોરી પૅરેલલ ચાલશે અને દરેકની લાઇફમાં કોવિડની શું અસર પડી હોય છે એ દેખાડવામાં આવશે.
ઇન્ડિયા લૉકડાઉનનું પોસ્ટર અને મધુર ભંડારકર
મધુર ભંડારકર હવે એક નવી ફિલ્મ બનાવી રહ્યો છે જેનું નામ ઇન્ડિયા લૉકડાઉન છે. આ ફિલ્મની સ્ટોરી કોવિડ પર આધારિત છે. તેની ‘ચાંદની બાર’, ‘પેજ 3’ અને ‘ફૅશન’ જે રીતે રીયલ લાઇફ પરથી પ્રેરિત હતી એવી જ રીતે આ ફિલ્મ પણ પ્રેરિત છે. તેની ‘બબલી બાઉન્સર’ને હાસમાં જ મિક્સ રિવ્યુ મળ્યા હતા. આ ફિલ્મમાં ચાર સ્ટોરી પૅરેલલ ચાલશે અને દરેકની લાઇફમાં કોવિડની શું અસર પડી હોય છે એ દેખાડવામાં આવશે. કોવિડ પૅન્ડેમિક પર આ પહેલી ઇન્ડિયન ફીચર ફિલ્મ છે. આ ફિલ્મમાં શ્વેતા બાસુ પ્રસાદ, આહના કુમાર, પ્રતીક બબ્બર, સઈ તામ્હણકર અને પ્રકાશ બેલાવડી જેવા ઍક્ટર્સ લીડ રોલમાં જોવા મળશે. આ વિશે મધુર ભંડારકરે કહ્યું હતું કે ‘લૉકડાઉન ઘણા લોકો માટે ખૂબ જ મુશ્કેલ હતું, કારણ કે તેમને જરૂરિયાતની વસ્તુ મેળવવામાં પણ સ્ટ્રગલ કરવી પડી હતી. આ વિચાર પરથી જ મને ફિલ્મ બનાવવાનો આઇડિયા મળ્યો હતો. ‘ઇન્ડિયા લૉકડાઉન’ એ મારું ઑબ્ઝર્વેશન છે અને એમાં રિયલ લોકોની રિયલ સ્ટોરી પરથી પ્રેરિત થઈને સ્ટોરી કહેવામાં આવશે. આ ફિલ્મ કોઈ ને કોઈ રીતે દરેક સાથે કનેક્ટ થશે અને એને Zee5 પર રિલીઝ કરવામાં આવશે.’

