મેડમ ડ્રાઈવર એ એક ફિચર ફિલ્મ છે જેમાં મોટી ઉંમરે એક મહિલા ડ્રાઈવિંગ શીખે છે. આ ફિલ્મનું ટ્રેલર આજે રિલીઝ કરી દેવામાં આવ્યું છે. મેડમ ડ્રાઈવર ફિલ્મનું શૂટિંગ વડોદરામાં કરવામાં આવ્યું છે.
મેડમ ડ્રાઈવર (પોસ્ટર)
મેડમ ડ્રાઈવર એ એક ફિચર ફિલ્મ છે જેમાં મોટી ઉંમરે એક મહિલા ડ્રાઈવિંગ શીખે છે. આ ફિલ્મનું ટ્રેલર આજે રિલીઝ કરી દેવામાં આવ્યું છે. મેડમ ડ્રાઈવર ફિલ્મનું શૂટિંગ વડોદરામાં કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં કિટુ ગિડવાની, અંકિત સિવાચ અને ભાવના પાણીએ મુખ્ય પાત્રો ભજવ્યા છે. ફિલ્મનું દિગ્દર્શન અને પ્રૉડક્શન ઈન્દ્રજિત નટ્ટોજી (Indrajit Nattoji) દ્વારા કરવામાં આવ્યું છે.
આ ફિલ્મ એક એવી મહિલાની વાર્તા છે જેણે પોતાના જીવનમાં લગભગ 50-55 વર્ષની વયે ડ્રાઈવિંગ શીખવાનું નક્કી કર્યું છે. આ મહિલા એવા પરિપ્રેક્ષ્યમાંથી આવે છે જ્યાં 50 વર્ષની વયે તો ઠીક પણ મહિલાઓને ડ્રાઈવિંગ શીખવી એ જ એક પ્રકારનો ટેબૂ હોય, મહિલાઓને ડ્રાઈવિંગ શીખવાની શી જરૂર છે એવું જ્યાં પૂછવામાં આવતું હોય ત્યારે 50-55ની વયે તો શીખવું જ શુંકામ છે. ડ્રાઈવિંદ અને મહિલા આ બન્ને શબ્દો એક પંક્તિમાં વાપરવામાં આવે તો અકસ્માત જ થાય એવી ધારણાં જે જગતમાં ઠોકી-બેસાડવામાં આવી છે ત્યારે કિટુ ગિડવાની એક એવા પાત્રને રિપ્રેઝેન્ટ કરી રહ્યાં છે જે આ ઉંમરે પણ ડ્રાઈવિંગ શીખે છે અને કાર ડ્રાઈવ કરે પણ છે.
ADVERTISEMENT
મેડમ ડ્રાઇવરની (Madam Driver) પૃષ્ઠભૂમિ ગુજરાતની જ હોવાથી તેને માટે સેટને લઈને ખાસ પ્રશ્નોનો સામનો કરવો પડ્યો નહોતો. પણ કારણકે ફિલ્મ ગુજરાતની પૃષ્ઠભૂમિ પર આધારિત છે, કેટલાક ગુજરાતી વાક્યો અને શબ્દોનો ઉપયોગ ચોક્કસ કર્યો છે, જે લોકોને ગમશે તેવી આશા પણ છે.
ટ્રેલરની વાત કરીએ તો ટ્રેલરની શરૂઆત `બેન કલ બિટ્ટૂ કો કિતને બજે ભેજું ગાડી લેને` આ ડાયલૉગથી થાય છે જેમાં કિટુ ગિડવાની જવાબ આપે છે કે ન મોકલતા, હવે ગાડી હું ચલાવીશ. ફિલ્મમાં મહિલા ડ્રાઈવિંગ કરે ત્યારે તેને કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે, તે સ્પષ્ટ દેખાઈ આવે છે. ફિલ્મમાં મહિલા પોતાની આવડતનો કેવી રીતે ઉપયોગ કરી શકે છે તે પણ દર્શાવવામાં આવ્યું છે. કેવી રીતે એક મહિલા ફિલ્મમાં હીરો બને છે તે આ ફિલ્મમાં દેખાઈ આવે છે.
નોંધનીય છે કે ફિલ્મના મેકિંગ દરમિયાન ઈન્દ્રજિત નટ્ટોજી જે આ ફિલ્મના ડિરેક્ટર અને પ્રૉડ્યુસર પણ છે તેમણે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે ખાસ વાતચીત કરી હતી. આ વાતચીત દરમિયાન તેમણે જણાવ્યું કે આ ફિલ્મની સાથે જ તેમણે સૌમ્યા ટંડન સાથે `રેડિયો ઘૈંટ` ફિલ્મ પણ બનાવી છે. રેડિયો ઘૈંટ આ ફિલ્મનું શૂટિંગ પણ વડોદરામાં જ થયું છે.
રેડિયો ઘૈંટ ફિલ્મનું ટ્રેલર પણ આજે લૉન્ચ કર્યું છે તો અહીં ક્લિક કરીને જાણો તેના વિશે વધુ.