ફિલ્મ વિશે એવી માહિતી મળી છે કે આ ફિલ્મમાં સંજય લીલા ભણસાલીની બીજી ફેવરિટ ઍક્ટ્રેસ દીપિકા પાદુકોણ પણ મહત્ત્વનો કૅમિયો કરી રહી છે.
રણબીર કપૂર (ઉપર ડાબે), દીપિકા પાદુકોણ ઉપર જમણે), આલિયા ભટ્ટ (નીચે ડાબે), વીકી કોશલ(નીચે જમણે)
સંજય લીલા ભણસાલીની લેટેસ્ટ ફિલ્મ ‘લવ ઍન્ડ વૉર’ ચર્ચામાં છે. આ ફિલ્મ હાલમાં તો ૨૦૨૬ની ૨૦ માર્ચે રિલીઝ કરવાનું પ્લાનિંગ છે પણ એના કાસ્ટિંગને કારણે દર્શકો અત્યારથી જ આ ફિલ્મમાં રસ લઈ રહ્યા છે. આ ફિલ્મમાં સંજય લીલા ભણસાલી તેમની ‘ગંગુબાઈ કાઠિયાવાડી’થી ફેવરિટ બનેલી આલિયા ભટ્ટ સાથે ફરી કામ કરી રહ્યા છે. વળી આ ફિલ્મમાં ‘બ્રહ્માસ્ત્ર’ પછી રિયલ લાઇફ કપલ આલિયા ભટ્ટ અને રણબીર કપૂર ફરી સાથે જોવા મળશે. આ ફિલ્મથી ‘છાવા’ના ટ્રેલરથી ગાજી રહેલો વિકી કૌશલ પણ મહત્ત્વના પૅરૅલલ રોલમાં છે.
હવે આ ફિલ્મ વિશે એવી માહિતી મળી છે કે આ ફિલ્મમાં સંજય લીલા ભણસાલીની બીજી ફેવરિટ ઍક્ટ્રેસ દીપિકા પાદુકોણ પણ મહત્ત્વનો કૅમિયો કરી રહી છે.
ADVERTISEMENT
આ ફિલ્મ સાથે સંકળાયેલી વ્યક્તિએ માહિતી આપી હતી કે ફિલ્મમાં આલિયા કૅબરે ડાન્સરનો તેમ જ રણબીર અને વિકી ઇન્ડિયન ઍરફોર્સના ઑફિસર્સનો રોલ ભજવી રહ્યા છે.