જુહુ બીચને ખૂબ મિસ કરી રહ્યો છે વરુણ ધવન
વરુણ ધવન
વરુણ ધવન હાલમાં લૉકડાઉનને કારણે જુહુ બીચને ખૂબ મિસ કરી રહ્યો છે. તેનું કહેવું છે કે તેનું બાળપણ અહીં વીત્યું છે. હાલમાં બીચ પણ સૂનો દેખાઈ રહ્યો છે. એનો વિડિયો વરુણે ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યો છે. વિડિયોના બૅકગ્રાઉન્ડમાં ‘હમ હોંગે કામયાબ’ ગીત સંભળાઈ રહ્યું છે. એ વિડિયો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને વરુણે કૅપ્શન આપી હતી કે ‘જુહુ બીચ. આ બીચ પર જ બાળપણમાં રમીને હું મોટો થયો છું. હવે ત્યાં નથી જઈ શકતા અને પાણીને પણ સ્પર્શ નથી કરી શકતા. મારો વિશ્વાસ છે કે કુદરત જ આપણને આ સમસ્યામાંથી બહાર કાઢશે.’

