શાહિદ કપૂર અને ઈશાન ખટ્ટર સાથેની ટ્રિપ વિશે કુણાલ ખેમુએ કહ્યું...
કુણાલ ખેમુ, શાહિદ કપૂર અને ઈશાન ખટ્ટર ઑન ટ્રિપ
કુણાલ ખેમુનું કહેવું છે કે તે જ્યારે શાહિદ કપૂર અને ઈશાન ખટ્ટર સાથે ટ્રિપ પર જાય છે ત્યારે તેઓ બિલ સરખે ભાગે વહેંચી લે છે. તેઓ ત્રણેય ઘણી વાર બાઇક-ટ્રિપ પર જતા જોવા મળ્યા છે. આ ટ્રિપના ફોટો પણ તેઓ સોશ્યલ મીડિયા પર શૅર કરતા રહે છે. તેમની ટ્રિપ દરમ્યાન કોણ બિલ આપે છે એ વિશે વાત કરતાં કુણાલ ખેમુ કહે છે, ‘અમે બિલને વહેંચી લઈએ છીએ. અમારી ટ્રિપ ઘણા દિવસોની હોવાથી અમે બિલ્સને સરખે ભાગે વહેંચવાની સિસ્ટમ બનાવી છે. આ વિશે કોઈ વાત કરતું ન હોય તો પણ એ દરેકના દિમાગમાં હોય જ છે. આ દિમાગમાં ફિક્સ થઈ ગયું હોય છે એટલે એનું કૅલ્ક્યુલેશન ચાલતું જ હોય છે.’

