રામ જેઠમલાણીની બાયોપિક ફાઇનલ સ્ટેજમાં છે : કુણાલ ખેમુ
કુણાલ ખેમુ
કુણાલ ખેમુનું કહેવું છે કે જાણીતા વકિલ રામ જેઠમલાણીની બાયોપિકની સ્ક્રિપ્ટ પર કામ પૂરું થવાની તૈયારી પર છે. આ ફિલ્મને કુણાલ ખેમુ તેની પત્ની સોહા અલી ખાન સાથે મળીને પ્રોડ્યુસ કરી રહ્યાં છે. આ વિશે પૂછતાં કુણાલે કહ્યું હતું કે ‘આ ફિલ્મની સ્ક્રિપ્ટની પ્રોસેસ ઓલમોસ્ટ પૂરી થવા પર આવી છે. હંસલ મહેતા દ્વારા ફિલ્મને ડિરેક્ટ કરવામાં આવશે અને અમે હવે કાસ્ટને ફાઇનલ કરીશું. અને હજી કોઈનો સંપર્ક નથી કર્યો કારણે કે ફાઇનલ ડ્રાફ્ટ પર કામ ચાલી રહ્યું છે અને અમારે પણ સાંભળવાનું બાકી છે. ફિલ્મમાં રામ જેઠમલાની સરની કયા સમયની સ્ટોરીને દેખાડવામાં આવશે એના આધારે ઍક્ટર નક્કી કરીશું. અમે ઘણા નામની ચર્ચા કરી છે, પરંતુ ઑફિશ્યલી કોઈનો સંપર્ક નથી કર્યો.’
લૉજિસ્ટિકલ ઇશ્યુને લીધે ગો ગોવા ગૉન 2 અટકી પડી છે : કુણાલ ખેમુ
ADVERTISEMENT
કુણાલ ખેમુનું કહેવું છે કે તેની ‘ગો ગોવા ગોન ૨’ લોજિસ્ટિકલ ઇશ્યુને કારણે વર્ષોથી અટકી પડી છે. કુણાલ હાલમાં તેની ‘મલંગ’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. ૨૦૧૩માં આવેલી ઝોમ્બી-કૉમેડી ફિલ્મ ‘ગો ગોવા ગોન’ વિશે પૂછતાં કુનાલે કહ્યું હતું કે ‘મારો પણ એ જ સવાલ છે કે આ ફિલ્મ ક્યારે શરૂ કરવામાં આવશે કારણ કે મેં પણ અનાઉસમેન્ટ સાંભળી છે. આ સિવાય મારી પાસે કોઈ માહિતી નથી. છેલ્લાં ત્રણ વર્ષમાં મેકર્સ દ્વારા ‘ગો ગોવા ગોન ૨’ની જાહેરાત બે વાર કરવામાં આવી છે. લોજિસ્ટિકલ ઇશ્યુને કારણે આ ફિલ્મ અટકી પડી છે. ફિલ્મનું શૂટિંગ જ્યાં સુધી શરૂ નહીં થાય ત્યાં સુધી હું એના પર વિશ્વાસ નહીં કરું. છેલ્લા બે વર્ષથી આ ફિલ્મને લઈને ખૂબ જ ઉત્સાહિત રહ્યો છું અને આ ફિલ્મ મારા દિલની ખૂબ જ ક્લોઝ છે.’

