કપિલ શર્માના જન્મદિવસ નિમિત્તે KRKએ તેને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી પરંતુ અભદ્ર શબ્દોનો ઉપયોગ કર્યો હતો.
કપિલ શર્મા
મુંબઈ: આજે કૉમેડિયન કપિલ શર્માનો જન્મદિવસ(Kapil Sharma Birthday)છે. ત્યારે બૉલીવૂડ અને ટેલિવિઝન સ્ટાર્સ તેમને જન્મદિવસની શુભેચ્છા પાઠવી રહ્યાં છે. જેમાં KRk પણ શામેલ છે. પરંતુ કેઆરકે એ એવી રીતે શુભેચ્છા પાઠવી છે, જે જાણીને તમને પણ આશ્ચર્ય થશે.
અભિનેતા અને વિવેચક કમાલ આર ખાન અવારનવાર પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે. KRKની ટ્વીટ ખૂબ જ વાયરલ થાય છે અને તેના માટે ઘણીવાર ટ્રોલ પણ થાય છે. કેઆરકેનો વિવાદો સાથે જૂનો સંબંધ છે અને કેટલાક સેલેબ્સે તેના વિશે ક્લાસ પણ શરૂ કરી દીધા છે, પરંતુ ફરી એકવાર કેઆરકેએ વિવાદાસ્પદ ટ્વિટ કર્યું છે. કપિલ શર્માના જન્મદિવસ નિમિત્તે KRKએ તેને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી પરંતુ અભદ્ર શબ્દોનો ઉપયોગ કર્યો હતો. આટલું જ નહીં, KRKએ પોતાના અન્ય એક ટ્વિટમાં એટેક એક્ટર જોન અબ્રાહમનો પણ ઉલ્લેખ કર્યો છે.
ADVERTISEMENT
કેઆરકેનું ટ્વિટ
કેઆરકેએ કપિલ શર્માના જન્મદિવસ પર ટ્વિટ કર્યું, જોકે તેની ટ્વીટ સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા પસંદ કરવામાં આવી રહી નથી. KRKએ કપિલ માટે અભદ્ર શબ્દોનો ઉપયોગ કર્યો છે. કેઆરકેએ ટ્વીટમાં લખ્યું કે, `સૌથી અભદ્ર, બેશરમ, શરાબી, લુચ્ચા અને અસભ્ય વ્યક્તિ કપિલ શર્માને જન્મદિવસની શુભેચ્છા. કોમેડી કરતા રહો.`
KRK અહીં જ ન અટક્યો અને થોડા સમય પછી બીજી ટ્વિટ કરી. પોતાની બીજી ટ્વીટમાં KRKએ જ્હોન અબ્રાહમ પર પણ આકરા પ્રહારો કર્યા હતા. KRKએ લખ્યું, `આજે કપિલ શર્માના જન્મદિવસ પર જ્હોન અબ્રાહમે કહ્યું- કપિલ શર્માના શોમાં એક ફિલ્મનું પ્રમોશન કરવાથી કોઈ ફિલ્મ જોતું નથી. જોન ભાઈ, તમે તમારા જીવનમાં પહેલીવાર સત્ય કહ્યું છે.` KRKના આ બે ટ્વીટ પર જ્યાં કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સ તેને સપોર્ટ કરી રહ્યા છે, તો બીજી બાજુ તેને ટ્રોલ પણ કરવામાં આવી રહ્યો છે. કપિલ અને જ્હોનના ચાહકોએ તેની નિંદા કરી ગુસ્સો વ્યક્ત કર્યો છે.

