આદિપુરુષમાં પ્રભાસની સીતા બનશે ક્રિતી સૅનન?
ક્રિતી સૅનન
ક્રિતી સૅનન ‘આદિપુરુષ’માં પ્રભાસની સીતા બનવાની છે એવી ચર્ચા ચાલી રહી છે. આ ફિલ્મમાં પ્રભાસ રામ અને સૈફ અલી ખાન લંકેશની ભૂમિકામાં જોવા મળશે. ડિરેક્ટર ઓમ રાઉતની આ ફિલ્મમાં સીતાના રોલ માટે અનુષ્કા શેટ્ટી, અનુષ્કા શર્મા, કિયારા અડવાણી અને કીર્તિ સુરેશનાં નામની ચર્ચા હતી. એવામાં લાગી રહ્યું છે કે સીતાની શોધ ક્રિતી સૅનન પર આવીને પૂરી થઈ ગઈ છે. ‘આદિપુરુષ’ની સ્ટોરી અસત્ય પર સત્યની જીતને દેખાડશે. રામના રોલ માટે પ્રભાસને તલવારબાજી અને તીરંદાજની ટ્રેઇનિંગ લેવાની રહેશે. ફિલ્મનું શૂટિંગ આવતા વર્ષે જાન્યુઆરીમાં થવાનું છે. ફિલ્મમાં મોટા ભાગે વિડિયો-ઇફેક્ટસ હોવાથી શૂટિંગ ક્રૉમા સ્ક્રીન પર કરવામાં આવશે. લોકોને એક અલગ પ્રકારનો અનુભવ અપાવવા માટે ઇન્ટરનૅશનલ વિડિયો ઇફેક્ટસ ટેક્નિશ્યન્સ સાથે ચર્ચા ચાલી રહી છે. સીતાના રોલની હજી સુધી સત્તાવાર જાહેરાત નથી કરવામાં આવી.

