દસ વર્ષમાં એક પણ હિટ ફિલ્મ ન આપી હોવા છતાં દસ ગણી ફી મળે છે હીરોને
ક્રિતી સૅનન
ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં હીરો-હિરોઇનને મળતી ફીના તફાવત પર ક્રિતી સૅનને અફસોસ વ્યક્ત કર્યો છે. તેનું કહેવું છે કે હીરોએ દસ વર્ષમાં ભલે એક પણ હિટ ફિલ્મ ન આપી હોય છતાં તેને હિરોઇનની સરખામણીએ દસ ગણી ફી વધુ મળે છે. સાથે જ ઘણી વખત ઍક્ટ્રેસિસને ફિલ્મના બજેટનું સંતુલન ન બગડે એ માટે પોતાની ફીમાં પણ ઘટાડો કરવો પડે છે. હીરો-હિરોઇનની ફી વચ્ચેના ફરક વિશે ક્રિતી સૅનન કહે છે, ‘બન્નેના પેમેન્ટમાં જે તફાવત હોય છે એ કારણ વગર હોય છે. ઘણી વખત તમને પણ એ સવાલ થાય છે કે જેણે દસ વર્ષમાં એક પણ હિટ ફિલ્મ નથી આપી તેને દસ ગણું વધારે પેમેન્ટ શું કામ આપવામાં આવે છે. ઘણી વખત પ્રોડ્યુસર્સ કહે છે કે ડિજિટલ અને સૅટેલાઇટના રાઇટ્સથી ફિલ્મની રિકવરી થઈ જાય છે. ડિજિટલ અને સૅટેલાઇટ પર ફીમેલ-સેન્ટ્રિક ફિલ્મોની સરખામણીએ પુરુષપ્રધાન ફિલ્મો વધુ સારી ચાલે છે. આ જ તફાવત છે.’