ફિલ્મની રિલીઝની તારીખ હજી સુધી જાહેર નથી કરી.
કૃતિ સેનન
ક્રિતી સૅનને તેના પ્રોડક્શન હાઉસ બ્લુ બટરફ્લાય ફિલ્મ્સના માધ્યમથી ‘દો પત્તી’ને પ્રોડ્યુસ કરી છે. સાથે જ એમાં તેણે ઍક્ટિંગ પણ કરી છે. એની જર્નીથી તે સંતુષ્ટ છે. આ ફિલ્મમાં તેની સાથે કાજોલ અને શાહીર શેખ પણ છે. ફિલ્મની રિલીઝની તારીખ હજી સુધી જાહેર નથી કરી. ફિલ્મ વિશે ક્રિતી કહે છે, ‘મને જે ફિલ્મ દિલથી પસંદ પડે છે એમાં હું ઊંડાણમાં ઊતરવાનું પસંદ કરું છું. ન માત્ર એક ઍક્ટર તરીકે, પરંતુ ક્રીએટિવલી પણ મને ફિલ્મમેકિંગની પ્રોસેસમાં સામેલ થવું ગમે છે. મેં જ્યારે સ્ટોરી સાંભળી તો મારાં રૂંવાડાં ઊભાં થઈ ગયાં હતાં.’