વરુણ ધવને એક રિયાલિટી શૉમાં પોતાની ફિલ્મ ભેડિયાના પ્રમોશન દરમિયાન ક્રિતી અને પ્રભાસની ડેટિંગ કરવાની અફવાને હવા આપી હતી. તો હવે, ક્રિતીના ક્લિયર કર્યા પછી અફવાઓમાં કોઈ હકિકત નથી, વરુણે પણ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શૅર કરી છે.
વરુણ ધવન (તસવીર સૌજન્ય મિડ-ડે)
બૉલિવૂડ એક્ટ્રેસ (Bollywood Actress Kriti Sanon) ક્રિતી સેનને આદિપુરુષ (Aadi Purush) કૉ-સ્ટાર (Co-Star) પ્રભાસને ડેટ (Dating Prabhas) કરવાની ના (Declined Roumer) પાડી દીધી છે. ક્રિતીએ ઈન્સ્ટાગ્રામ Instagram Story) પર સ્ટોરી નોટ શૅર કરીને ચોખવટ કરી દીધી છે કે તે પ્રભાસને ડેટ નથી (Not Dating Prabhas) કરી રહી. આ બધા વચ્ચે હવે વરુણ ધવને (Varun Dhawan) પણ સ્પષ્ટતા (Clarifies) કરી છે.
હકિકતે વરુણ ધવને એક રિયાલિટી શૉમાં પોતાની ફિલ્મ ભેડિયાના પ્રમોશન દરમિયાન ક્રિતી અને પ્રભાસની ડેટિંગ કરવાની અફવાને હવા આપી હતી. તો હવે, ક્રિતીના ક્લિયર કર્યા પછી અફવાઓમાં કોઈ હકિકત નથી, વરુણે પણ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શૅર કરી છે.
ADVERTISEMENT
વરુણે ક્લિયર કર્યું કે તે માત્ર મજાક હતી
ક્રિતીની તે ઈન્સ્ટાગ્રામ સ્ટોરીને રિપોસ્ટ કરતા જેમાં તેમણે પ્રભાસને ડેટ કરવાની ના પાડી હતી, વરુણે લખ્યું, "મિત્રો UIએ તમારી મશ્કરી કરી પણ આ માત્ર મસ્તી છે અને ચેનલ્સે મસ્તી કરવા માટે આ વીડિયો એડિટ કર્યો છે. અમે આને હ્યૂમર તરીકે લીધું છે, પોતાની ઈમેજિનેશનને એટલું વાઈલ્ડ દોડવા ન દો."
કેવી રીતે ફેલાઈ ક્રિતી અને પ્રભાસને ડેટ કરવાની અફવા
જણાવવાનું કે ડાન્સ રિયાલિટી શૉ `ઝલક દિખલા જા`ના સેટ પર, વરુણે હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની કેટલીક એલિજિબલ સિંગલ એક્ટ્રેસના નામ આપ્યા હતા. તેણે લિસ્ટમાંથી ક્રિતીનું નામ ખસેડી લીધું અને જ્યારે જજ કરણ જોહરે તેને કારણ પૂછ્યું તો એક્ટરે જવાબ આપ્યો, `ક્રિતીનું નામ એટલે નથી કારણકે તેનું નામ કોઈના મનમાં છે. એક માણસ જે મુંબઈમાં નથી, તે હાલ શૂટિંગ કરી રહ્યો છે દીપિકા (પાદુકોણ) સાથે.` ત્યાર બાદ લોકોને લાગ્યું કે વરુણ પ્રભાસની વાત કરી રહ્યો છે.
આ પણ વાંચો : કૃતિ સેનને પ્રભાસ સાથેના સંબંધોની અફવાઓ પર મૂક્યું પૂર્ણવિરામ, કહ્યું...
ક્રિતીએ નોટ શૅર કરી અફવાઓને જણાવી બેઝલેસ
તો અફવાઓ ફેલાયા બાદ ક્રિતીએ ક્લેરિફિકેશન માટે મંગળવારે પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર નોટ શૅર કરી જેમાં તેણે લખ્યું, "આ ન તો પ્યાર છે, કે ન તો પીઆર... અમારો ભેડિયો એક રિયાલિટી શૉમાં થોડો વધારે જંગલી થઈ ગયો." ક્રિતીએ આગળ લખ્યું કે, "કોઈપણ પોર્ટલ મારા લગ્નની તારીખ જાહેર કરી દે તે પહેલા, મારે તમારું બબલ ફોડવા દો. અફવા એકદમ બેઝલેસ છે."