ક્રિતીની ફિલ્મોની વાત કરીએ તો તે ‘ધ ક્રૂ’માં કરીના કપૂર ખાન અને તબુ સાથે જોવા મળવાની છે
ક્રિતી સૅનન
ક્રિતી સૅનન ઇન્દોરમાં એક ઇવેન્ટ માટે જવાની છે અને ત્યાંનાં પૌઆ અને જલેબી ખાવા માટે તે ઉત્સુક છે. ક્રિતીની ફિલ્મોની વાત કરીએ તો તે ‘ધ ક્રૂ’માં કરીના કપૂર ખાન અને તબુ સાથે જોવા મળવાની છે. સાથે જ તેની ‘આદિપુરુષ’ તો હાલ ચર્ચાનો વિષય બની છે. શાહિદ કપૂર સાથેની ફિલ્મનું પણ તેણે શૂટિંગ પૂરું કર્યું છે. તો ટાઇગર શ્રોફ સાથેની ‘ગનપત’ પણ આ વર્ષે રિલીઝ થવાની છે. ઇન્દોર જવા માટે એક્સાઇટેડ ક્રિતીએ કહ્યું કે ‘હું હંમેશાં ઇન્દોર મારી ફિલ્મોના પ્રમોશન માટે જાઉં છું, પરંતુ આ વખતે તો હું ખાસ મારા ફૅન્સને મળવા અને તેમની સાથે મજેદાર વાતો કરવા જઈ રહી છું. ઇન્દોરની સ્વચ્છતા અને સુંદરતાથી હું આકર્ષિત થઈ હતી. ઇન્દોરે અન્ય શહેરોને પણ પ્રેરણા આપી છે કે તેમની જેમ વેસ્ટ મૅનેજમેન્ટ અને સાફસફાઈથી તેઓ પ્રેરિત થાય. મને એની એનરજી અને એ શહેરનું ફૂડ ખૂબ પસંદ છે. હું ત્યાં માત્ર થોડા કલાકો માટે જ જવાની છું એમાં હું ત્યાંનાં ફેમસ પૌંઆ, રતલામી સેવ અને જલેબી જરૂર ખાઈશ.’