ક્રિતી સૅનને ગઈ કાલે પોતાના કહેવાતા બૉયફ્રેન્ડ કબીર બહિયા સાથે ક્રિસમસ સેલિબ્રેટ કરી હતી
તેણે શેર કરેલા ફોટોઝ
ક્રિતી સૅનને ગઈ કાલે પોતાના કહેવાતા બૉયફ્રેન્ડ કબીર બહિયા સાથે ક્રિસમસ સેલિબ્રેટ કરી હતી. ક્રિતીએ શૅર કરેલા ક્રિસમસ સેલિબ્રેશનના એક ગ્રુપ-ફોટોમાં તે કબીર બહિયા સાથે બેઠેલી દેખાય છે અને આ ફોટોમાં મહેન્દ્ર સિંહ ધોની પણ પત્ની સાક્ષી અને દીકરી ઝિવા સાથે છે. ક્રિતીએ એક એવો ફોટો પણ શૅર કર્યો છે જેમાં તેના ક્રિસમસ થીમવાળાં મોજાં સાથેના પગ દેખાય છે અને તેની સાથે એક પુરુષના પગ છે – આ ફોટો સાથે તે જાણે દુનિયા સમક્ષ પોતાની રિલેશનશિપ જાહેર કરવા માગતી હોય. કરણ બહિયા યુકે સ્થિત ૪૫૦૦ કરોડ રૂપિયાની નેટવર્થ ધરાવતી ટ્રાવેલ કંપનીનો વારસ છે. કરણ માત્ર ૨૫ વર્ષનો છે, જ્યારે ક્રિતી ૩૪ વર્ષની છે.