Konkona Sen Sharma Dating: કોંકણા સેન શર્માની લવ લાઇફના રાઝ ખોલ્યા એક્સ પતિ રણવીર શૌરીએ
રણવીર શૌરી (ડાબે), ‘ડોલી કિટ્ટી ઔર ચમકતે સિતારે’માં કોંકણા સેન શર્મા અને અમોલ પરાશર
કોંકણા સેન શર્મા (Konkona Sen Sharma) બોલિવૂડ (Bollywood) ની શ્રેષ્ઠ અભિનેત્રીઓમાંની એક છે. તેણી તેના ઉત્તમ અભિનય માટે જાણીતી છે. કોંકણાએ પોતાના ફિલ્મી કરિયરમાં ઘણા શાનદાર પાત્રો ભજવ્યા છે, જેના કારણે લોકો આજે પણ તેને મોટા પડદા પર જોવાનું પસંદ કરે છે. કોંકણા તેની પ્રોફેશનલ લાઈફની સાથે અંગત જીવનને લઈને હંમેશા ચર્ચામાં રહે છે. કોંકણા ઘણા વર્ષો પહેલા તેના પૂર્વ પતિ રણવીર શૌરી (Ranvir Shorey) થી અલગ થઈ ગઈ હતી અને વર્ષ ૨૦૨૦માં બંનેના છૂટાછેડા થઈ ગયા હતા. હવે જો રિપોર્ટ્સનું માનીએ તો કોંકણાના જીવનમાં પ્રેમ ફરી એકવાર દસ્તક આપી ગયો છે. કોંકણા સેન શર્મા ફેમસ એક્ટર અમોલ પરાશર (Amol Parashar) ને ડેટ કરી રહી છે. આ વાત (Konkona Sen Sharma dating actor Amol Parashar) અન્ય કોઈએ નહીં પણ અભિનેત્રીના પતિએ જબ કન્ફર્મ કરી છે.
કોંકણા સેન શર્મા અને અમોલ પરાશર વચ્ચેના સંબંધો વિશે ઘણા સમાચાર છે અને હવે રણવીર શૌરીએ તેના પર ટિપ્પણી કરીને તેની પુષ્ટિ કરી છે.
ADVERTISEMENT
સોશ્યલ મીડિયા (Social Media) પર એક પેરોડી અકાઉન્ટે અમોલ પરાશરની ઈન્સ્ટાગ્રામ (Instagram) સ્ટોરીનો સ્ક્રીનશોટ શૅર કર્યો છે. આ વાર્તામાં અમોલ એક રાજકીય ઘટના વિશે વાત કરી રહ્યો છે. સ્ક્રીનશોટ શેર કરતી વખતે, પેરોડી અકાઉન્ટ યુઝરે કૅપ્શનમાં લખ્યું છે કે, `કોંકણા સેન શર્માએ મોદી ભક્ત રણવીર શૌરીને છોડીને ધર્મનિરપેક્ષ અમોલ પરાશરને ડેટ કરવાનો શ્રેષ્ઠ નિર્ણય લીધો.` રણવીર શૌરીએ આ પોસ્ટ પર કોમેન્ટ કરી છે. તેણે પોતાની ટિપ્પણી સાથે કોંકણા સેન શર્મા અને અમોલ પરાશર વચ્ચેના સંબંધોની પુષ્ટિ પણ કરી છે. આ શેર કરતાં તેણે લખ્યું- `હા, હું પણ સંમત છું.`
I agree.
— Ranvir Shorey (@RanvirShorey) April 24, 2024
રણવીર શૌરીની આ પોસ્ટ પછી બધા માની રહ્યા છે કે કોંકણા સેન શર્મા એક્ટર અમોલ પરાશરને ડેટ કરી રહી છે. પોસ્ટનો જવાબ આપીને તેણે એક્સ પત્ની કોંકણા સેન શર્માની ડેટિંગ લાઈફ વિશે સંકેત આપ્યો છે.
આ પોસ્ટ પછી અનેક સવાલો ઉભા થયાં છે.
નોંધનીય છે કે, કોંકણા સેન શર્મા હજુ પણ ફિલ્મોમાં સક્રિય છે. અભિનેત્રી `પેજ 3` (Page 3) અને `વેક અપ સિડ` (Wake Up Sid) જેવી ફિલ્મો માટે જાણીતી છે. જ્યારે, અમોલ પરાશર એક જાણીતા અભિનેતા છે અને તેણે ફિલ્મ `સરદાર ઉધમ` (Sardar Udham) માં શહીદ ભગત સિંહની ભૂમિકા ભજવી છે. તે લાઈમલાઈટથી પણ દૂર રહે છે. અમોલે કોંકણા સેન સાથે ફિલ્મ `ડોલી કિટ્ટી ઔર વો ચમકતે સિતારે` (Dolly Kitty Aur Woh Chamakte Sitare) માં કામ કર્યું હતું.
આ પહેલા પણ ઘણી વખત તેમના અફેરની અફવાઓ આવી છે પરંતુ બંનેએ તેના પર મૌન જાળવ્યું છે. જોકે, રણવીર શૌરીની આ ટિપ્પણીએ બન્નેના રિલેશનને કન્ફર્મ કર્યું છે.

