કોલકતા ઇન્ટરનૅશનલ ફિલ્મ ફેસ્ટિવલને પોસ્ટપોન
ફાઈલ તસવીર
કોલકતા ઇન્ટરનૅશનલ ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન આ વર્ષે નવેમ્બરમાં થવાનું હતું, પરંતુ હવે એને પોસ્ટપોન કરતાં આવતા વર્ષે જાન્યુઆરીમાં કરવામાં આવશે. વર્તમાનમાં કોરોના વાઇરસના વધતા પ્રકોપને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ વાતની માહિતી ટ્વિટર પર આપતાં કલકત્તાનાં મુખ્ય પ્રધાન મમતા બૅનરજીએ ટ્વીટ કર્યું હતું કે ‘વૈશ્વિક ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સહમતિ બાદ હું કોલકતા ઇન્ટરનૅશનલ ફિલ્મ ફેસ્ટિવલના સ્ટેકહોલ્ડર્સ અને તમામ સિનેપ્રેમીઓને જણાવવા માગું છું કે આ ફેસ્ટિવલને વર્તમાન સ્થિતિને જોતાં પોસ્ટપોન કરવામાં આવ્યો છે. હવે 2021ની 8થી 15 જાન્યુઆરી દરમ્યાન એનું આયોજન કરવામાં આવશે. ચાલો તૈયારીઓ શરૂ કરીએ.’

