Koffee With Karan 8 : નીતુ કપૂરે કહ્યું કે, રિશી કપૂર બહુ જ સ્ટ્રિક્ટ બૉયફ્રેન્ડ હતા
રિશી કપૂર અને નીતુ કપૂર (તસવીર સૌજન્ય : ઇન્સ્ટાગ્રામ)
કી હાઇલાઇટ્સ
- ઝીનત અમાન સાથે KWKમાં જોવા મળસે નીતુ કપૂર
- KWKમાં નીતુ કપૂરે બાળકો અને રિશીના રિલેશનની પણ કરી વાત
- દિલ ખોલીને નીતુ કપૂરે જીવનની વાતો કરી
ડિઝની પ્લસ હૉટસ્ટાર (Disney Plus Hotstar)ના બહુચર્ચિત શો ‘કોફી વિથ કરણ સીઝન ૮’ (Koffee With Karan Season 8)નો વધુ એક એપિસોડ આજે રિલીઝ થયો છે. આ અઠવાડિયાના ‘કોફી વિથ કરણ સીઝન ૮’ના એપિસોડમાં બૉલિવૂડ (Bollywood)ની બે દિગ્ગજ અભિનેત્રીઓ નીતુ કપૂર (Neetu Kapoor) અને ઝીનત અમાન (Zeenat Aman) જોવા મળશે. તાજેતરમાં આ એપિસોડનો એક પ્રોમો પણ રિલીઝ થયો હતો, જેમાં બન્ને અભિનેત્રીઓ તેમના અંગત અને વ્યાવસાયિક જીવનની વાતો દિલ ખોલીને કરતા જોવા મળ્યાં છે. જેમાં નીતુ કપૂર સ્વર્ગીય પતિ અને અભિનેતા રિશી કપૂર (Rishi Kapoor)ને યાદ કરતાં જોવા મળ્યાં હતા. આ એપિસોડમાં નીતુએ રિશી સાથેના સંબંધો અને બાળકો સાથે રિશીનું વર્તન કેવું હતું તેના વિશે પણ વાત કરી છે.