કૉફી વિથ કરણ’માં હાલમાં જ ઝીનત અમાન અને નીતુ કપૂર જોવા મળ્યાં છે. રિશી કપૂરનું કૅન્સરને કારણે મૃત્યુ થયું હતું.
ઋષિ કપૂર અને પરિવાર
નીતુ કપૂરનું કહેવું છે કે રિશી કપૂર ક્યારેય પણ રણબીર કપૂર અને રિદ્ધિમા કપૂર સાહની સાથે ફ્રેન્ડ જેવા નહોતાં રહ્યાં. ‘કૉફી વિથ કરણ’માં હાલમાં જ ઝીનત અમાન અને નીતુ કપૂર જોવા મળ્યાં છે. રિશી કપૂરનું કૅન્સરને કારણે મૃત્યુ થયું હતું. આ વિશે વાત કરતાં નીતુ કપૂરે કહ્યું કે ‘કરણ, હું ક્યારેય દુખી સમયને યાદ નથી રાખતી. હું હંમેશાં અમારી રિલેશનશિપની સારી વાતો અને ન્યુ યૉર્કનો સમય યાદ રાખું છું. ન્યુ યૉર્કનો સમય પણ દુઃખનો સમય હતો, પરંતુ અમારી લાઇફનો બેસ્ટ સમય હતો. મારી લાઇફનું એક શ્રેષ્ઠ વર્ષ હતું. ચિન્ટુજી ખૂબ જ પ્રેમાળ વ્યક્તિ હતા. તેઓ દરેકને ખૂબ જ પ્રેમ આપતા. જોકે તેઓ તેમનો પ્રેમ દેખાડતા પણ નહોતા. તેઓ હંમેશાં એક અંતર રાખતા અને લોકોની મજાક ઉડાવતા રહેતા. ખાસ કરીને મારી સાથે અને મારાં બાળકો સાથે. રિસ્પેક્ટ અને એવી બધી વસ્તુમાં તેઓ તેમનાં બાળકો સાથેનું કનેક્શન ખોઈ બેઠા હતા. તેઓ ક્યારેય પણ બાળકો સાથે ફ્રેન્ડની જેમ નહોતા રહ્યા. જોકે ન્યુ યૉર્કમાં તેઓ કેટલો પ્રેમ કરતા હતા એ તેમણે દેખાડ્યું હતું અને બાળકો સાથે કનેક્ટ થયા હતા.’