રાજેશ ખન્નાથી 'કાકા' સુધીનો સફર, જાણો કેવી રીતે બન્યા સુપરસ્ટાર
રાજેશ ખન્ના. તસવીર સૌજન્ય - જાગરણ
હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ઈતિહાસમાં પહેલા સુપરસ્ટારના નામથી જાણીતા રાજેશ ખન્નાનો આજે જન્મદિવસ છે. બૉલીવુડમાં રાજેશ ખન્નાને પ્રેમથી 'કાકા'ના નામથી બોલાવતા હતા. રાજેશ ખન્નાએ હિન્દી ફિલ્મ જગતમાં ઘણી એવી ફિલ્મો કરી છે જે આજે પણ દર્શકોને ઘણી પસંદ આવે છે. રાજેશ ખન્નાએ વર્ષ 1969થી 1971 સુધી સતત 15 સુપરહિટ ફિલ્મો કરી હતી. રાજેશ ખન્નાએ 'આરાધના', 'દો રાસ્તે', 'ખામોશી', 'સચ્ચા ઝૂઠા', 'ગુડ્ડી', 'કટી પતંગ', 'સફર', 'દાગ', 'અમર પ્રેમ', 'પ્રેમ નગર', 'નમક હરામ', 'રોટી', 'સૌતન', 'અવતાર' જેવી એક કરતા વધારે ફિલ્મો કરી અને પછી રાજકારણમાં પણ મારો હાથ અજમાવ્યો. ચાલો જાણીએ. સુપરસ્ટાર રાજેશ ખન્ના વિશે 10 વિશેષ વાતો.
1 રાજેશ ખન્નાનો જન્મ 1942ના રોજ અમ્રિતસર (પંજાબ)માં થયો હતો.
ADVERTISEMENT
2 રાજેશ ખન્નાનું અસલી નામ જતિન ખન્ના હતું, અને તેમના કાકા કે.કે.તલવારે ફિલ્મોમાં આવવા પહેલા એમનું નામ જતિનથી બદલીને રાજેશ કર્યું હતું. ઈન્ડસ્ટ્રીમાં પ્રેમથી લોકો રાજેશ ખન્નાને 'કાકા' નામથી બોલાવતા હતા.
3 પરિવાર સાથે મુંબઈ શિફ્ટ થયા બાદ રાજેશ ખન્ના મુંબઈ ગિરગાંવ ચોપાટીમાં રહે છે અને ત્યાંથી તેમણે પોતાના સ્કૂલ અને કૉલેજનો અભ્યાસ પૂર્ણ કર્યો છે. રાજેશ ખન્નાના ક્લાસમેટ રવિ કપૂર(એક્ટર જિતેન્દ્ર) હતા.
4 રાજેશ ખન્નાએ એ સમયની પ્રખ્યાત એક્ટ્રેસ ડિમ્પલ કાપડિયા સાથે લગ્ન કર્યા હતા. રાજેશ ખન્નાની બે પુત્રીઓ છે ટ્વિન્કલ ખન્ના અને રિન્કી ખન્ના. અને સંજોગની જોઈએ તો એમની દીકરી ટ્વિન્કલ ખન્નાનો જન્મ પણ 29 ડિસેમ્બરે થયો હતો.
5 સ્કૂલલ દરમિયાન જ રાજેશ ખન્ના થિયેટરમાં કામ કરતા હતા. બાદ એમણે ઘણા નાટકોમાં ભાગ લીધો હતો, અને ઈનામ જીત્યા હતા. 60ના દાયકાની શરૂઆતમાં રાજેશ ખન્ના પહેલા એવા ન્યૂકમર હતા જેઓ પોતાની એમ.જી સ્પોર્ટ્સ કારમાં ઑડિશન આપવા જતા હતા.
6 રાજેશ ખન્નાને ફિલ્મ આરાધના, ઈત્તેફાક, બહારોં કે સપને અને ઔરતના કારણે ઘણી ઓળખ મળી હતી. આ જ કારણથી એભિનેત્રી વહીદા રહેમાને ડાયરેક્ટર અસિત સેનને એમની ફિલ્મ ખામોશી માટે રાજેશ ખન્નાનું સૂચવ્યું હતું.
7 રાજેશ ખન્ના તે સમયે પોતાના મિત્ર રવિ કપૂર (જિતેન્દ્ર)ને ફિલ્મોમાં ઑડિશનનું જ્ઞાન આપતા હતા.
8 ટેલેન્ટ કૉન્ટેસ્ટ દ્વારા ફાઈલૃનલિસ્ટ બન્યા બાદ રાજેશ ખન્નાએ પોતાની પહેલી ફિલ્મ 'આખરી ખત' કરી, જેને ચેતન આનંદે દિગ્દર્શિત હતી. આ ફિલ્મને 40મા ઑસ્કર એવૉર્ડ્સમાં ભારત તરફથી મોકલવામાં આવ્યો હતો.
9 ફિલ્મ આરાધના બાદ રાજેશ ખન્નાને પહેલો સુપરસ્ટાર જાહેર કરવામાં આવ્યો હતો. આ ફિલ્મમાં રાજેશ ખન્નાએ શર્મિલા ટાગોર અને ફરીદા જલાલ સાથે શાનદાર કામ કર્યું હતું.
10 રાજેશ ખન્નાને વર્ષ 2013માં ભારત સરકાર તરફથી પદ્મ ભૂષણ એનાયત કરાયો હતો. ફિલ્મા સિવાય તેમણે રાજકારણમાં પણ હાથ અજમાવ્યો હતો અને કૉંન્ગ્રેસ પાર્ટીના સાંસદ બન્યા અને લોકસભામાં પણ પહોંચ્યા હતા.
વર્ષ 2012માં લાંબા સમયથી બીમાર રહેલા હિન્દી સિનેમાના પહેલા સુપરસ્ટાર રાજેશ ખન્ના ઉર્ફે કાકાનું 18 જુલાઇએ તેમના બંગલા આશિર્વાદમાં નિધન થયું હતું.

