તેનો આ નવો લુક જોઈને તેના ફૅન્સ પણ એક્સાઇટેડ થઈ ગયા છે
કીર્તિ કુલ્હારી
કીર્તિ કુલ્હારીએ તેના વાળ એકદમ નાના કટ કરાવી નાખ્યા છે અને આ તેણે પોતાની ખુશી માટે કર્યું છે. તેનો આ નવો લુક જોઈને તેના ફૅન્સ પણ એક્સાઇટેડ થઈ ગયા છે. તેણે હેરકટ કરાવ્યા બાદ એક નાનકડી ક્લિપ શૅર કરી છે. એ ક્લિપને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને કીર્તિ કુલ્હારીએ કૅપ્શન આપી હતી, ‘એક મહિના પહેલાં જ મેં આનો નિર્ણય લીધો હતો અને આજે એ કર્યું છે. હું એક એવી ઇન્ડસ્ટ્રીમાં કામ કરું છું કે જ્યાં હિરોઇનને લઈને કેટલાંક બંધનો અને પ્રતિબંધો હોય છે. જેમ કે લાંબા વાળ ઓછામાં ઓછા ખભા સુધી તો હોવા જ જોઈએ. મને ઇન્ડસ્ટ્રીમાં આવ્યાને પંદર વર્ષ થઈ ગયાં છે. આજે મારી મરજી પ્રમાણે કરવાની તક મળી છે. મને જે કરવાની ઇચ્છા હતી એ કરવાનો કદી સમય ન મળ્યો. દરેક વખતે મારે એ જ કરવું પડ્યું હતું જેના માટે કોઈ નિયમ નહોતો. હવે હું સશક્તિકરણ જેવું અનુભવી રહી છું, બીજું કાંઈ નહીં. મારું મનપસંદ કામ કર્યું અને મારી મરજી પ્રમાણે લાઇફ જીવી રહી છું. તા. ક. આ કોઈ રોલ માટે મેં નથી કર્યું, પરંતુ મારા માટે કર્યું છે.’

