નેચર માટે આપણાથી શક્ય હોય એટલું આપણે કરવું જોઈએ: કીર્તિ કુલ્હારી
કીર્તિ કુલ્હારીનું કહેવું છે કે નેચરને બચાવવા માટે આપણાથી શક્ય હોય એટલું આપણે કરવું જોઈએ. કીર્તિએ પોતાનો બ્લૅક ઍન્ડ વાઇટ ફોટો શૅર કરીને કૅપ્શન આપી હતી, ‘પોતાને પ્રેમ કરવાનું અઠવાડિયું મને ખૂબ જ ગમે છે. હું પર્યાવરણની સાવચેતી રાખવામાં માનું છું અને એને નુકસાન કરતી દરેક બાબત સામે પણ હું પગલાં લેવામાં માનું છું. નેચરની આપણે રિસ્પેક્ટ કરવી જોઈએ. મને નથી ખબર કે એની શરૂઆત ક્યારથી થઈ, પરંતુ હું નેચર પાસેથી કંઈ પણ લઈ રહી હોઉં એ વિશે સાવચેતી રાખું છું અને એ બગડે નહીં એની પણ કાળજી લઉં છું. દરેક વ્યક્તિ ઍક્ટિવિસ્ટ નથી બની શક્તી, પરંતુ આપણે આપણાથી બનતા તમામ પ્રયાસ કરવા જોઈએ. પાણી, વીજળી, ફૂડ જેવી વસ્તુનો બચાવ કરવો જોઈએ. ઘરની સફાઈ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવતાં કેમિકલ્સનો પણ ઓછો ઉપયોગ કરવો જોઈએ. આ લૉકડાઉન દરમ્યાન આપણે જોયું છે કે હવા કેટલી સાફ છે, નદીનું પાણી પણ ચોખ્ખું છે, અવાજનું પ્રદૂષણ પણ ખૂબ જ ઓછું છે. લૉકડાઉન હોવાથી દુનિયાભરમાં પ્રદૂષણ ઓછું થયું છે. આપણને શરમ આવવી જોઈએ અને આપણી લાઇફ-સ્ટાઇલમાં બદલાવ લાવવો જોઈએ.’

