ફોર મોર શૉટ્સ પ્લીઝની સીઝન ૩ને લઈને ઉત્સુક છે કીર્તિ કુલ્હારી
ફોર મોર શૉટ્સ પ્લીઝની સીઝન ૩ને લઈને ઉત્સુક છે કીર્તિ કુલ્હારી
કીર્તિ કુલ્હારી વેબસિરીઝ ‘ફોર મોર શૉટ્સ પ્લીઝ’ની સીઝન ૩ને લઈને ખૂબ ઉત્સાહિત છે. આ વેબસિરીઝનું શૂટિંગ શરૂ કરવામાં આવ્યું છે. આ સિરીઝમાં તે લૉયર અંજના મેનનનું પાત્ર ભજવી રહી છે. એમાં તેની સાથે સયાની ગુપ્તા, બાની જે. અને માનવી ગાગરુ પણ કામ કરી રહી છે. તનિષ્ઠા ચૅટરજી આ સીઝનના તમામ એપિસોડ્સ ડિરેક્ટ કરશે. શૂટિંગ શરૂ થતાં પોતાની ખુશી વ્યક્ત કરતાં કીર્તિએ કહ્યું હતું કે ‘એક જ પાત્રને ફરીથી ભજવવું મારા માટે અલગ પ્રકારની ચૅલેન્જ છે. ‘ફોર મોર શૉટ્સ પ્લીઝ’ની સીઝન ૩ મારા માટે સ્પેશ્યલ છે. જેમ-જેમ સિરીઝ આગળ વધે છે તેમ-તેમ કૅરૅક્ટર્સ પણ વિકસિત થતાં જાય છે. સમયની સાથે તમારું પાત્ર પણ વિકસિત થાય એ સારી ફીલિંગ્સ આપે છે. આ બધાની સાથે હું મારી તમામ છોકરીઓ સાથે ફરીથી કામ કરવા માટે ઉત્સાહિત છું.’

