ડિરેક્ટર કિરણ રાવની ઇચ્છા હતી કે શ્યામ મનોહરનું પાત્ર કંઈક ચાવતું રહેવું જોઈએ. રવિ કિશન કહે છે, ‘કિરણજીએ સમોસા સજેસ્ટ કર્યા હતા, પણ મેં કહ્યું કે પાન ખાઉં તો? એ રીતે ફિલ્મ દરમ્યાન પાન ચાવવાનું નક્કી થયું.’
રવિ કિશન
કિરણ રાવની ફિલ્મ ‘લાપતા લેડીઝ’ ૨૦૨૫ના ઑસ્કર અવૉર્ડ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. ઑસ્કર અવૉર્ડ્સની બેસ્ટ ઇન્ટરનૅશનલ ફીચર ફિલ્મની કૅટેગરીમાં મોકલવામાં આવેલી ‘લાપતા લેડીઝ’માં મુખ્ય પાત્રો ભજવનાર યુવાન કલાકારો તો નવા હતા, પરંતુ સબ-ઇન્સ્પેક્ટર શ્યામ મનોહરનું પાત્ર જાણીતા અભિનેતા અને ગોરખપુરના BJPના સંસદસભ્ય રવિ કિશને ભજવ્યું હતું. તેમનું અકડુ ને ભ્રષ્ટ પોલીસનું પાત્ર લોકોએ પસંદ કર્યું છે. ખાસ તો તેમની પાન ચાવવાની સ્ટાઇલ લોકોને ખૂબ ગમી છે.