સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરી રૉમેન્ટિક તસવીર : ફેન્સે કહ્યું, ‘બ્યૂટી એન્ડ ધ ચેમ્પ’ની કમાલ જોડી
કિમ શર્મા (તસવીર : યોગેન શાહ)
બૉલિવૂડ અભિનેત્રી કિમ શર્મા (Kim Sharma) અને ભૂતપૂર્વ ટેનિસ ખેલાડી લિએન્ડર પેસ (Leander Paes)ના ડેટિંગના સમાચારો લાંબા સમયથી મીડિયામાં હતા. ગત જુલાઈ મહિનામાં બન્ને સાથે ગોવામાં વેકેશન માણી રહ્યાં હતા તેની તસવીરો વાયરલ થયા બાદ તેમના સંબંધોની ચર્ચાએ વધુ જોર પકડ્યુ હતું. પરંતુ આ વિશે બન્નેએ મૌન સાધ્યું હતું. જોકે, તાજેતરમાં કિમ શર્માએ મૌન તોડ્યું છે અને સોશ્યલ મીડિયા પર લિએન્ડર પેસ સાથેની રૉમેન્ટિક તસવીર પોસ્ટ કરીને તેમના પ્યારની, સંબંધોની કબુલાત કરી છે.
અભિનેત્રી કિમ શર્માએ તાજેતરમાં સોશ્યલ મીડિયા પર લિએન્ડર પેસ સાથેની એક તસવીર શૅર કરી છે. જે જોઈને લાગે છે કે, હવે તેઓ આ સંબંધને દુનિયાથી છુપાવવા નથી માંગતા. તસવીરમાં બન્નેના ચહેરા પરનું સ્મિત જોઈને અંદાજો લગાવી શકાય છે કે તેઓ એકબીજા સાથે કેટલા ખુશ છે અને ગળાડુબ પ્રેમમાં છે.
ADVERTISEMENT
આ તસવીર પોસ્ટ કરવાની સાથે કિમે કોઈ કૅપ્શન નથી લખ્યું. પરંતુ સાથે જે ઈમોજી પોસ્ટ કર્યા છે તેના પરથી આખી વાર્તા સ્પષ્ટ થઈ જાય છે. કિમે તેની અને લિએન્ડરની તસવીર સાથે કપલ કિસ કરતું હોય તેવું ઈમોજી મુક્યું છે. જેના પરથી કહી શકાય કે, કિમે તેઓ રિલેશનશિપમાં હોવાની કબુલાત કરી છે. આ તસવીરમાં કિમ શર્મા વ્હાઈટ ડ્રેસમાં અને લિએન્ડર પેસ બ્લૂ કેઝ્યુલમાં છે.
View this post on Instagram
અભિનેત્રીના પોસ્ટથી તેમના ફેન્સ બહુ ખુશ થઈ ગયા છે અને કમેન્ટ્સ સેક્શનમાં શુભેચ્છાઓનો વરસાદ કરી રહ્યાં છે. એક ફેને કમેન્ટ કરી છે કે, ‘બ્યૂટી એન્ડ ધ ચેમ્પ’. તો અન્ય એક યુઝરે લખ્યું છે, ‘કપલ!’.
તમને જણાવી દઈએ કે, આ પહેલા અભિનેત્રી કિમ શર્મા અભિનેતા હર્ષવર્ધન રાણે અને ભુતપુર્વ ભારતીય ક્રિકેટર યુવરાજ સિંહને ડેટ કરી ચુકી છે. તો લિએન્ડર પેસના અફેરનું લિસ્ટ પણ લાંબુ છે. તેનું નામ મહિમા ચૌધરીથી માંડીને સંજય દત્તની ભુતપુર્વ પત્ની રિયા પિલ્લઈ સહિત અનેક છોકરીઓ સાથે જોડાયું છે.

