આ બન્ને સલમાન ખાનની ફિલ્મ ‘કિસીકા ભાઈ કિસીકી જાન’માં દેખાયાં હતાં
રાઘવ જુયાલ
રાઘવ જુયાલ અને શહનાઝ ગિલ વચ્ચે અફેર હોવાની ચર્ચા ઘણા વખતથી ચાલી રહી છે. આ બન્ને સલમાન ખાનની ફિલ્મ ‘કિસીકા ભાઈ કિસીકી જાન’માં દેખાયાં હતાં. ત્યારથી તેમના રિલેશનની અફવા ઊડે છે. જોકે બન્ને પોતાને સારા ફ્રેન્ડ્સ કહે છે. પર્સનલ લાઇફ પર થતી ચર્ચા વિશે રાઘવ કહે છે, ‘ખરું કહું તો એનાથી મને કોઈ ફરક નથી પડતો. ઍક્ટર બનવા માટે મેં ખૂબ મહેનત કરી છે. હું રાતોરાત સ્ટાર નથી બન્યો. આવી બધી હેડલાઇન્સથી હું સ્ટાર નથી બન્યો. મારી આર્ટને કારણે ચર્ચા થાય છે. સાથે જ હેડલાઇન્સમાં આવવા માટે હું કોઈના નામનો ઉપયોગ નથી કરતો. મારી ઍક્ટિંગ, મારી ટૅલન્ટ અને મારા કામની ચર્ચા થાય એવી મારી ઇચ્છા છે; ન કે મારી પર્સનલ લાઇફની. આ જ કામ હું ૧૪ વર્ષથી કરતો આવ્યો છું અને આગળ પણ કરતો રહીશ.’

