સુપરનૅચરલ કૉમેડી ફિલ્મમાં જમાવટ કરવાની છે એવી ચર્ચા
કિયારા અડવાણી
કિયારા અડવાણી તાજેતરમાં ફિલ્મનિર્માતા દિનેશ વિજનની ઑફિસમાં જતી જોવા મળી એને પગલે અનેક ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. આ ચર્ચામાંથી એક વાત એવી જાણવા મળી છે કે ‘સ્ત્રી 2’ના નિર્માતા કિયારા સાથે મળીને એક સુપરનૅચરલ કૉમેડી ફિલ્મ બનાવવા માગે છે, જેનું નામ ‘દેવી’ હોઈ શકે છે. દિનેશ વિજને છેલ્લા થોડા સમયમાં ‘સ્ત્રી’, ‘મુંજ્યા’ અને ‘સ્ત્રી 2’ જેવી ફિલ્મો દ્વારા હૉરર કૉમેડી ફિલ્મોનું એક વિશ્વ સરજ્યું છે; પણ કહેવાય છે કે કિયારા સાથેની ફિલ્મ એક નવી જ શરૂઆત હશે. કિયારા અત્યારે હૃતિક રોશન અને જુનિયર NTR સાથેની ‘વૉર 2’માં કામ કરી રહી છે. એ ઉપરાંત તે યશની એક ફિલ્મમાં પણ જોવા મળશે.