આ ફિલ્મમાં કાર્તિક આર્યન પણ લીડ રોલમાં છે
ગણેશ આચાર્ય
કિયારા અડવાણી ‘ગોવિંદા નામ મેરા’માં ‘બિજલી’ ગીત બાદ હવે ફરી એક વખત કોરિયોગ્રાફર ગણેશ આચાર્ય સાથે કામ કરવાને લઈને એક્સાઇટેડ છે. કિયારાની આગામી ફિલ્મ ‘સત્યપ્રેમ કી કથા’ના એક ગીતને ગણેશ આચાર્ય કોરિયોગ્રાફ કરવાનો છે. આ ફિલ્મમાં કાર્તિક આર્યન પણ લીડ રોલમાં છે. આવતા વર્ષે રિલીઝ થનારી આ ફિલ્મને સમીર વિધ્વંસે ડિરેક્ટ કરી છે. આ ફિલ્મમાં ગણેશ આચાર્ય સાથે કામ કરવાની ખુશી વ્યક્ત કરતાં કિયારાએ કહ્યું કે ‘લેજન્ડ સાથે. ‘બિજલી’ ગીત માસ્ટરજી દ્વારા કોરિયોગ્રાફ થવાથી હું ખૂબ ઉત્સાહિત હતી. હવે ‘સત્યપ્રેમ કી કથા’ના એક ગીતના સેટ પર ફરી એક વખત ‘બિજલી’ ગરજવાની છે, કેમ કે અમે વધુ એક ગીત સીથે શૂટ કરવાનાં છીએ.’

