ફૅન-પેજ પરની આવી વાતોમાં આવી જઈને એક ચાહકે ગુમાવ્યા ૫૦ લાખ રૂપિયા
સિદ્ધાર્થ મલ્હોત્રા
સિદ્ધાર્થ મલ્હોત્રાના એક ફૅન સાથે પચાસ લાખ રૂપિયાની છેતરપિંડી થઈ હોવાની ચર્ચા ચાલી રહી છે. આ ફૅન અમેરિકાનો છે અને ઍક્ટરના ફૅન-પેજ દ્વારા તેની પાસેથી આ પેસા પડાવવામાં આવ્યા હોવાનો તેણે દાવો કર્યો છે. અમેરિકામાં રહેતી મીનુ વાસુદેવ દ્વારા તેની સાથે કઈ રીતે છેતરપિંડી કરવામાં આવી હતી એ કહેવામાં આવ્યું હતું. આ ફૅન-પેજ દ્વારા મીનુને કહેવામાં આવ્યું હતું કે ‘સિદ્ધાર્થ મલ્હોત્રાની પત્ની કિયારા અડવાણીએ તેના પતિ પર બ્લૅક મૅજિક કર્યું છે. કિયારાએ તેના ફ્રેન્ડ કરણ જોહર, શશાંક ખૈતાન, અપૂર્વા મહેતા અને મનીષ મલ્હોત્રા સાથે મળીને સિદ્ધાર્થને બ્લૅકમેઇલ કર્યો હતો અને તેની સાથે જબરદસ્તી લગ્ન કર્યાં હતાં. તેમણે સિદ્ધાર્થના પૈસા જપ્ત કરી લીધા છે અને તેની પાસે હવે બૅન્ક-અકાઉન્ટનું પણ ઍક્સેસ નથી.’
આથી સિદ્ધાર્થને પૈસાની જરૂર હોવાથી મીનુની મદદ માગી હતી. મીનુએ ૨૦૨૩ના ઑક્ટોબરથી ડિસેમ્બર સુધીમાં સિદ્ધાર્થના ફૅન-પેજને પૈસા આપ્યા હતા. આ રીતે તેની સાથે પચાસ લાખ રૂપિયા પડાવી લેવામાં આવ્યા છે.
ADVERTISEMENT
મારી જાણમાં આ વાત આવી છે કે મારા નામે લોકો સાથે છેતરપિંડી કરવામાં આવે છે. હું, મારી ફૅમિલી અને મારી ટીમ આ વાતને સપોર્ટ નથી કરતાં. હું બધાને એ વાત કહેવા માગું છું કે આ રીતે જ્યારે પણ તમારો સંપર્ક કરવામાં આવે ત્યારે તરત જ તે વ્યક્તિ અથવા તો પેજને રિપોર્ટ કરો.
- સિદ્ધાર્થ મલ્હોત્રા