આ એ જ ગાઉન છે જેને શ્રીદેવીએ ૨૦૧૩માં IIFA અવૉર્ડ્સમાં પહેર્યો હતો. ખુશીએ જે જ્વેલરી પહેરી છે એ જ્વેલરી શ્રીદેવીએ ૨૦૧૧માં IIFA અવૉર્ડ્સમાં પહેરી હતી.
ખુશી કપૂર માતા શ્રીદેવી એ પહરેલ ડ્રેસ માં
ખુશી કપૂર તેની પહેલી ફિલ્મ ‘ધ આર્ચીઝ’ના સ્ક્રીનિંગમાં તેની મમ્મી શ્રીદેવીનો આઉટફિટ પહેરીને પહોંચી હતી. એ જોઈને સોશ્યલ મીડિયામાં સૌકોઈ તેની પ્રશંસા કરી રહ્યા છે. મમ્મીના શિમરી સ્ટ્રૅપલેસ ગાઉનમાં ખુશી સુંદર દેખાઈ રહી હતી. તેણે ડાયમન્ડ નેકલેસ પહેર્યો હતો. આ એ જ ગાઉન છે જેને શ્રીદેવીએ ૨૦૧૩માં IIFA અવૉર્ડ્સમાં પહેર્યો હતો. ખુશીએ જે જ્વેલરી પહેરી છે એ જ્વેલરી શ્રીદેવીએ ૨૦૧૧માં IIFA અવૉર્ડ્સમાં પહેરી હતી. સોશ્યલ મીડિયામાં લોકો કહી રહ્યા છે કે આવી રીતે ખુશીએ તેની મમ્મીની હાજરીનો એહસાસ કર્યો છે.
ખુશીને સનશાઇન જણાવી જાહ્નવીએ
ADVERTISEMENT
જાહ્નવી કપૂરે તેની બહેન ખુશી કપૂરને તેની સનશાઇન જણાવી છે. ખુશી ‘ધ આર્ચીઝ’ દ્વારા ઍક્ટિંગમાં એન્ટ્રી કરી રહી છે. આ ફિલ્મનું પ્રીમિયર મંગળવારે રાખવામાં આવ્યું હતું. એના સ્ક્રીનિંગ દરમ્યાન ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અનેક સેલિબ્રિટીઝ હાજર હતી. ખુશીની ફિલ્મોમાં એન્ટ્રીથી જાહ્નવી પણ ખુશ થઈ છે. ખુશી સાથેનો ફોટો ઇન્સ્ટાસ્ટોરી પર શૅર કરીને જાહ્નવીએ કૅપ્શન આપી હતી, ‘મારી લાઇફની સનશાઇન અને હવે સિનેમામાં સનશાઇન છે. તું મૅજિકલ છે.’