ફાધર્સ ડે નિમિત્તે મારી બેબીને, અન્ય બેબીઝને અને ટાઇગર બેબીને ‘ધ આર્ચીઝ’ માટે શુભકામના આપું છું. -શાહરુખ ખાન
ધ આર્ચીઝ’
ખુશી કપૂરની આગામી ફિલ્મ ‘ધ આર્ચીઝ’નું ટીઝર જોઈને તેની બહેન જાહ્નવી કપૂરે તેના પર ભારે પ્રેમ વરસાવ્યો છે. આ ફિલ્મ ઝોયા અખ્તરે બનાવી છે. આ ફિલ્મ દ્વારા અમિતાભ બચ્ચનની દીકરી શ્વેતા બચ્ચન નંદાનો દીકરો અગસ્ત્ય નંદા, ખુશી કપૂર અને શાહરુખ ખાનની દીકરી સુહાના ખાન બૉલીવુડમાં એન્ટ્રી કરી રહ્યાં છે. ફિલ્મનું ટીઝર હાલમાં રિલીઝ થયું છે. એ ટીઝરને ઇન્સ્ટાસ્ટોરી પર શૅર કરીને જાહ્નવી કપૂરે કૅપ્શન આપી હતી, ‘આ ખૂબ એક્સાઇટિંગ છે. તને જોવા માટે હવે વધુ રાહ નથી જોઈ શકતી. તમે લોકોએ એક મજેદાર દુનિયા ઊભી કરી છે. એ ખરેખર જાદુઈ છે. મારી બેબી, ખુશી કપૂર, આઇ લવ યુ. શું તારા ગાલ પર એક કિસ કરી શકું? હું તને મિસ કરી રહી છું.’