અભિનેત્રી પત્ની પ્રીતિ ઝાંગિયાનીને અકસ્માતની જાણ થતાં તેની પાસે પહોંચી ગઈ હતી
પરવીન ડબાસ
કૉમેડી ફિલ્મ ‘ખોસલા કા ઘોંસલા’ અને શાહરુખ ખાનને ચમકાવતી ‘માઇ નેમ ઇઝ ખાન’ જેવી ફિલ્મોમાં અભિનય કરનાર અને ‘પ્રો પાંજા લીગ’ના કો-ફાઉન્ડર પરવીન ડબાસનો ગઈ કાલે સવારે અકસ્માત થયો હતો. એ વખતે તે કાર પોતે જ ચલાવી રહ્યો હતો. તેને તરત જ સારવાર માટે બાંદરાની હોલી ફૅમિલી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં તેની તબિયત સુધારા પર હોવાનું ડૉક્ટરે ગઈ કાલે સાંજે જણાવ્યું હતું. તેની અભિનેત્રી પત્ની પ્રીતિ ઝાંગિયાનીને અકસ્માતની જાણ થતાં તેની પાસે પહોંચી ગઈ હતી. ગઈ કાલે દિવસ દરમ્યાન તેનાં વિવિધ ટેસ્ટ કરાયાં હતાં. મૅગ્નેટિક રેઝોનન્સ ઇમેજિંગ (MRI), સોનોગ્રાફી અને એક્સ-રે કાઢવામાં આવ્યા હતા. શરૂઆતમાં જ્યારે તેને સારવાર માટે દાખલ કરાયો ત્યારે તેને પીઠ અને ગોઠણમાં દુખાવો હતો. જોકે સાંજ સુધીમાં એમાં પણ તેને રાહત મળી હતી.

