Khichdi 2 Teaser: ફિલ્મ ખિચડી 2 ટીઝર રિલીઝ થઈ ગયું છે. જેડી મજેઠિયા, સુપ્રિયા પાઠક અને આખું પારેખ પરિવાર એક નવા રોમાંચ સાથે પાછું આવી રહ્યું છે.
ખિચડી 2ની ફાઈલ તસવીર
ખિચડી 2 ટીઝર રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મને જોવા માટે ચાહકો છેલ્લા ઘણાં સમયથી રાહ જોઈ રહ્યા હતા. હવે એકવાર ફરીથી સિનેમાઘરમાં એન્ટરટેઈન્મેન્ટનો ડોઝ આપવા માટે તૈયાર છે. પારેખ પરિવાર નવા ફ્લેવર સાથે લોકોને પેટ પકડીને હસાવવા માટે તૈયાર છે.
`ખિચડી 2` ટીઝર રિલીઝ
જણાવવાનું કે, ખીચડી 2 આ દિવાળી પર સિનેમામાં જોવા મળશે. ખીચડી ફિલ્મમાં સુપ્રિયા પાઠક, રાજીવ મહેતા, અનંગ દેસાઈ, વંદના પાઠક અને જમનાદાસ મજેઠિયા છે. તેની સાથે કીર્તિ કુલ્હારી, ફરાહ ખાન કુંદર, અનંત વિધાત, પ્રતિક ગાંધી, પરેશ ગણાત્રા, કીકુ શારદા અને ફ્લોરા સૈની જોડાયા છે. ફિલ્મનું ટીઝર હાલમાં જ રિલીઝ થયું છે અને ફિલ્મ 17 નવેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે.
ADVERTISEMENT
ટીઝરમાં પારેખના પરિવારના મંદબુદ્ધિ સભ્યો અને તેમની હસાવનારી હરકતોની ઝલક મળે છે. પરિવારને 5 કરોડ રૂપિયા મળે છે અને આ માટે તેમને એક ટાસ્ક પૂરો કરવાનો રહેશે. રસપ્રદ ટીઝર જોયા બાદ ચાહકો આ ફિલ્મને જોવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફેમિલીમાં ફુલ ઑન ડ્રામા બતાવનારી ફિલ્મ છે.
ટીઝર ચાહકોને આવ્યું પસંદ
હંસા તરીકે દેખાનારા સુપ્રિયા પાઠક કહે છે કે મિશન પર `કામ` કરવાનું છે, આ સાંભળીને તે પહેલાથી જ થાક અનુભવું છું. જ્યારે અનંદ દેસાઈનું બાપુજીનું પાત્ર કોઈપણ પ્રકારની કમાણી વગર ખર્ચ કરવાની તેની આદત માટે ગુસ્સો કરે છે.
એક્ટ્રેસ કીર્તિ કુલ્હારીને જેડી મજેઠિયા દ્વારા અભિનીત હિમાંશુના ખોવાઈ જવાના રિપૉર્ટ નોંધાવતી વતાવવામાં આવી છે. પ્રતીક ગાંધીએ પાયલટની ભૂમિકા ભજવી છે અને કેટલાક રસપ્રદ સીન છે. આ એડવેન્ચર કૉમેડી આતિશ કપાડિયા દ્વારા લખાયેલી અને નિર્દેશિત છે. 2010ની ફિલ્મ ખિચડી: ધ મૂવીના 13 વર્ષ બાદ આ બીજી ફિલ્મ છે.
આ ફિલ્મના ટીઝર સાથે ફિલ્મની રિલીઝ વિશે પણ કેટલીક માહિતી શૅર કરી છે. ફિલ્મનું નાનકડું ટીઝર જોતાં ખ્યાલ આવે છે કે ખીચડી સિરીયલ હોય કે ફિલ્મનો ભાગ 1 કે પછી ભાગ 2 તેમની સ્ટાર કાસ્ટ લગભગ બદલાતી નથી. આ વખતે પણ ફિલ્મ `ખીચડી 2`માં સુપ્રિયા પાઠક, રાજીવ મેહતા, અનંગ દેસાઈ, વંદના પાઠક, જમનાદાસ મજેઠિયા અને અન્ય કલાકારો પણ જોવા મળવાના છે. આતિશ કપાડિયાએ ફિલ્મના ટીઝરની સાથે જ રિલીઝ વિશે પણ માહિતી શૅર કરી છે.
View this post on Instagram
નોંધનીય છે કે ફિલ્મના ટીઝરમાં ફરાહ ખાન દેખાય છે જે પોતાના સ્વભાવ પ્રમાણે પૂછે છે કે, "તુમ લોગો કો માલુમ હૈ કે યે કીતના ખતરનાક મિશન હૈ?" અને ફરાહ ખાનનો જ બીજો ડાયલૉગ છે, "પીછલી બાર દો એમઆરઆઇ કરવાને પડે થે મુજે" હવે આ સાંભળ્યા બાદ હંસા તેના આ એમઆરઆઈ શબ્દનો અર્થ ન પૂછે તો તો ખીચડીનો ટ્રેડમાર્ક તૂટી જાય... પણ આ વખતે હંસાને પ્રફુલ્લને બદલે તેના ભાઈ હિમાંશુનું પાત્ર ભજવનાર જેડી મજેઠિયા ખુલાસો કરે છે, "મોટીબેન જો ભારત મેં નહીં રહેતે વો એમઆરઆઈ" આવી તો અનેક સ્પષ્ટતાઓ ફિલ્મમાં જોવા મળશે.